National

મુંબઈ: હનુમાન ચાલીસા વિવાદના કારણે રાણા દંપતી જેલમાં, રાજદ્રોહનો કેસ

મુંબઈ: મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાના લીધે થયેલા વિવાદે રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચાવી દીધો છે. માતોશ્રી જઈને હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરનાર સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને મહારાષ્ટ્રની બાંદ્રા કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. તેઓની ધરપકડ શનિવારના રોજ કરવામાં આવી હતી. પોલીસે નવનીત રાણા અને રવિને કલમ 153 એ હેઠળ ધર્મના આધાર પર બે પક્ષો વચ્ચે દુશ્મનાવટ ફેલાવાના આરોપમાં ધરપકડ કરી હતી. રવિવાને તેઓને બાંદ્રા કોર્ટમાં પેશ કરવામાં આવ્યાં હતાં. તેમજ 29 એપ્રિલના રોજ તેઓ સામે નોંધવામાં આવેલ કેસ અંગે સુનાવણી કરવામાં આવશે. રાણા દંપતી સામે રાજદ્રોહનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. નવનીત રાણા સામે વધુ એક FIR નોંધવામાં આવી છે. નવનીત રાણા ઉપર સરકારી કામમાં દખલઅંદાજી કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. તેમની ઉપર આક્ષેપ છે કે શિવસૈનિકોને ઉશ્કેરવાનું કામ પણ તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેના કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. આ માટે તેઓની સામે કડક પગલા લેવામાં આવશે.

કિરીટ સોમૈયાની ગાડી ઉપર પથ્થરમારો
બીજી તરફ બીજેપી નેતા કિરીટ સોમૈયાની ગાડી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલાના કેસમાં પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR દર્જ કરી છે. જાણવા મળ્યા મુજબ શિવસેનાના કાર્યકરોએ કિરીટ સોમૈયાની કાર પર પથ્થરમારો કર્યો હતો. જયારે તેઓ મોડી રાત્રે ખાર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળતા સમયે શિવસેનાના કાર્યકરોએ તેમની કાર પર પથ્થરો તેમજ બોટલો ફેંકીને હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હુમલામાં સોમૈયાની કારના કાચ તૂટી ગયા હતા અને તેમના ચહેરા પર ઈજા પહોંચી હતી. આ ધટના બાદ કિરીટે સોમૈયાએ CM ઉદ્ધવ ઠાકરે ઉપર આરોપ લગાડયો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે CM ઉદ્ધવ ઠાકરેના ગુંડાઓએ પોલીસને ખાર પોલીસ સ્ટેશન પર એકઠાં થવા દીધા હતાં તેમજ જેવો હું પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યો તેવું તરત જ આ ગુંડાઓએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેના કારણે કારના કાચ તૂટી ગયા હતા તેમજ આ ધટનામાં મને પણ ઈજા પહોંચી છે. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે પોલીસની દેખરેખ હેઠળ જ આ હુમલો થયો હતો.

CM ઉદ્ધવ ઠાકરે ઉપર વધુ કટાક્ષ સાધતા તેઓએ કહ્યું હતું કે આ ત્રીજી વખત મારા પર હુમલો કરવામાં આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેના ગુંડાઓએ મને મારવાનો પ્રયાસ અગાઉ પણ બે વાર કરી ચૂકયાં છે. વડાપ્રધાન મોદી આવતીકાલે મુંબઈની મુલાકાત લઈ રહ્યાં છે તેવા સમયે તેઓને કોઈ અડચણ ન આવે તે માટે માતોશ્રી પર જાઓ અને ‘હનુમાન ચાલીસા’ના પાઠ કરવાનો નિર્ણય પરત લઈ લેવામાં આવ્યો છે.

Most Popular

To Top