સુરત: કોરોના (Corona) સંક્રમણ પછી વિશ્વના દેશો ચીની (China) પ્રોડક્ટનો બહિષ્કાર કરી રહ્યા છે. એમાં ફિલીપાઈન્સનો (Philippines) પણ સમાવેશ થાય છે. ફિલીપાઇન્સના વેપારીઓ હવે સુરતથી ફેશન જ્વેલરી, ડેનિમ, વિસ્કોસ અને ફેશન ફેબ્રિકસની ખરીદી કરશે. ત્યાંના વેપારીઓ અત્યાર સુધી ચાઇનાથી બધી પ્રોડક્ટ્સ મંગાવતા હતા. હવે સુરત ચીનનું સ્થાન લેશે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ફિલીપાઇન્સ ખાતે બ્રાન્ડેડ રિટેઇલનો વેપાર કરતા લાલભાઇ ગોપવાણી સહિતના વેપારીઓ હવે ચાઇનાને બદલે સુરતથી પ્રોડક્ટસ મંગાવવાનું આયોજન કરી રહ્યા છે. લાલભાઇ ગોપવાણી એઆઇ સોસાયટીના પ્રમુખ પણ છે. લાલભાઇ તથા ફિલીપાઇન્સના અન્ય વેપારીઓ અત્યાર સુધી લક્ઝરી જ્વેલરી, ડેનિમ ફેબ્રિક, વિસ્કોસ ફેબ્રિક અને ફેશન ફેબ્રિક ચાઇનાથી મંગાવતા હતા. હવે તેઓ બધી જ પ્રોડક્ટ્સ ચાઇનાને બદલે સુરતથી ખરીદી કરશે એવી ખાતરી આપવામાં આવી છે.
આ દિવસે અમેરિકાના એટલાન્ટામાં સુરતનું કપડું વેચાશે
સુરત: (Surat) આગામી તા.9 થી 11 જૂન દરમ્યાન અમેરિકાના (America) એટલાન્ટા (Atlanta) શહેરમાં ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર એકઝીબીશન (Global Textile Trade Fair Exhibition) યોજાશે.આ ઇવેન્ટમાં ફેશન શોનું (Fashion Show) પણ આયોજન કરાશે.ચેમ્બરના ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેરને એટલાન્ટાના કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા અને અમેરિકાના એસોસીએશનો, સંસ્થાઓનો સહયોગ મળ્યો છે.
ચેમ્બરના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું. એકઝીબીશનમાં પોલિએસ્ટર, નાયલોન વિસ્કોસ, કોટન, બ્લેન્ડેડ ફેબ્રિકસ, મહિલાઓ માટે ઇન્ડિયન એથનીક વેર, કુર્તી–કૃર્તા, હોમ ટેક્ષ્ટાઇલ, મેડીકલ ટેક્ષ્ટાઇલ, એપેરલ્સ એન્ડ ગારમેન્ટ્સ, હેન્ડીક્રાફટ એન્ડ હેન્ડલૂમ અને ખાદીના સ્ટોલ ઊભા કરાશે. તા. ૧૭ જૂનના રોજ ન્યુ જર્સી ખાતે બીટુબી અને બીટુસી તથા તા. ૧૯ જૂનના રોજ લોસ એન્જલસ ખાતે બીટુસી ટેબલ ટોપ બાયર – સેલર મીટ યોજાશે. ચેમ્બરના ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’ને ભારત સરકારના ટેક્ષ્ટાઇલ મંત્રાલયનો લોગો સપોર્ટ અને દેશના ટેક્ષ્ટાઇલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશનો સહકાર પ્રાપ્ત થયો છે. યુ.એસ.એ.ના ત્રણ જુદા–જુદા રાજ્યોમાં ચાર દિવસ માટે ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બરના ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’ એકઝીબીશનના ચેરમેન અમિષ શાહ અને કો–ચેરમેન હર્ષલ ભગતે બે દિવસ પહેલા એટલાન્ટા ખાતે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાના કોન્સુલ જનરલ સ્વાતિ વી. કુલકર્ણીની મુલાકાત લીધી હતી. કોન્સુલ જનરલે ચેમ્બરના ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’ એકઝીબીશનને તમામ પ્રકારનો સહકાર આપવા તૈયારી દર્શાવી હતી. એકઝીબીશનમાં ડેલીગેશનની વિઝીટ માટે મિટીંગ ગોઠવી આપવા માટે તેમજ તમામ ટેક્ષ્ટાઇલ એસોસીએશનોને સાંકળવા માટે કોન્સ્યુલેટ ઓફિસ તરફથી સહકાર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું
ચેમ્બરના પ્રતિનિધી મંડળે અમેરિકામાં બાલ્ટીમોર ખાતે એશિયન અમેરિકન હોટલ ઓનર એસોસીએશનના ચેરમેન નિશાંતભાઇ પટેલ તથા અન્ય સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી. નિશાંતભાઇ પટેલ મુળ સુરતના વતની છે અને હાલમાં જ તેઓ આહોઆના ચેરમેન બન્યા છે. ચેમ્બરના પ્રતિનિધી મંડળે વોશિંગ્ટન ડીસી ખાતે અમેરિકાની સંસ્થા યુનાઇટેડ વર્લ્ડના પ્રમુખ જોન મેરી સાથે મુલાકાત કરી હતી. યુ.એસ.એ.ના ટેક્ષ્ટાઇલ ઇમ્પોર્ટર્સ, હોલસેલર્સ, રીટેલર્સ, એપેરલ બ્રાન્ડ્સ, ફેશન ડિઝાઇનર્સ તથા હોટેલિયર્સ વિગેરે વિઝીટર્સ એકઝીબીશનમાં આવશે.