જીવનના છ દાયકા બાદ પણ જાતીય ક્રીડાઓનો પૂરતો આનંદ માણી શકાય છે
60 પછી સેક્સ? હા . પ્રૌઢ વયના ઘણાં યુગલો તેમના વધુ યુવાનીના દિવસોની તુલનાએ વધુ સારી લવ લાઇફ ધરાવે છે. આનાં ઘણાં કારણો છે. તેઓ પાર્ટનર સાથે ઊંડી આત્મીયતા ધરાવે છે, તેમને ગર્ભાધાનની ચિંતા નથી હોતી અને એકબીજા સાથે વ્યસ્ત રહેવા માટે વધુ સમય ધરાવે છે. ઉપરાંત, TV પર યુવાનોલક્ષી કાર્યક્રમોમાં દર્શાવવામાં આવતી સામગ્રી કરતાં તેઓ વધુ અનુભવ અને જાણકારી ધરાવે છે.
હોર્મોનલ ફેરફારો
40 થી 45 વર્ષના જીવનના મધ્યકાળ દરમિયાન નવી સમસ્યાઓ અસ્થાયીરૂપે તમારી લવ લાઇફને નબળી પાડી શકે છે. સેક્સ હોર્મોન્સમાં મોટો ઘટાડો થાય છે. સ્ત્રીઓમાં મેનોપોઝને કારણે એસ્ટ્રોજન અને એન્ડ્રોજનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાય છે. તમારી યોનિમાર્ગની દીવાલો પાતળી અને સૂકી થઈ જાય છે. પુરુષોમાં એક સાથે ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજનના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. જેને કારણે શિશ્નોત્થાન (ઇરેક્ટાઇલ ડિસફંક્શન, અથવા ED)માં મુશ્કેલી પડી શકે છે. નિષ્ણાત સેક્સોલોજિસ્ટની મદદ લેવાથી તમારી સમસ્યાનો ઉકેલ શક્ય છે.
યોનિમાર્ગમાં ફેરફાર
સ્ત્રીઓમાં જાતીય ક્રીડાઓની ઈચ્છા મંદ થવાનાં મુખ્ય કારણોમાં ઓર્ગેઝમ કે જાતીય સુખની પરાકાષ્ઠા અનુભવવામાં સમસ્યા, કામેચ્છાનો અભાવ તથા યોનિમાર્ગની શુષ્કતાનો સમાવેશ થાય છે. વધતી વયની સાથે તમારી યોનિ ટૂંકી અને સાંકડી થાય છે. તે પહેલાંની જેમ સરળતાથી સ્વયં સ્નિગ્ધ નથી થતી. જ્યારે તમે સેક્સ કરો છો ત્યારે આ બાબત દુખાવાનું કારણ બની શકે છે. આ સમસ્યાના ઉકેલ માટે ફોરપ્લેમાં વધુ સમય આપો. આ ઉપરાંત લુબેડ કોન્ડોમ, પાણી-આધારિત લ્યુબ્રિકેટિંગ જેલી અને યોનિમાર્ગના મોઇશ્ચરાઇઝર્સના ઉપયોગથી સમાગમનો મહત્તમ આનંદ માણી શકાય છે. સેક્સોલોજિસ્ટ યોનિમાર્ગ દ્વારા એસ્ટ્રોજન લેવાનું પણ સૂચવી શકે છે, જે ક્રીમ, ગોળી અથવા ટેબ્લેટ અથવા ઇન્સર્શન તરીકે લઈ શકાય છે.
શિશ્નોત્થાનની સમસ્યા
પુરુષો માટે ઉંમરને લગતી મુખ્ય જાતીય સમસ્યા ઇરેક્ટાઇલ ડિસફંક્શન અથવા શિશ્નોત્થાનની છે. વધતી ઉંમરને પગલે શિશ્ન ઉત્તેજીત થતું નથી અને થાય તો વધુ ટકતું નથી. તમારું શિશ્ન કદાચ પહેલાં જેટલું સખત અથવા મોટું નથી થઈ શકતું. શિશ્નોત્થાનની સમસ્યા માટેની નવી દવાઓથી તેનો ઈલાજ સંભવ છે પરંતુ તેની આડઅસર થઈ શકે છે. આ સમસ્યાના ઝડપી ઉકેલની ખાતરી આપતી દવાઓ અને ઔષધિઓથી સાવધ રહેવું જોઈએ. આવી કોઈ પણ દવા કે સારવાર લેતા પહેલા હંમેશાં શ્રેષ્ઠ સેક્સોલોજિસ્ટની સલાહ લો.
ડાયબિટીસ
ડાયાબિટીસ, ખાસ કરીને ટાઇપ 2 ડાયાબિટીસ, પુરુષોમાં શિશ્નોત્થાનની સમસ્યા માટેનું કારણ બની શકે છે. બ્લડશુગરનું નબળું નિયંત્રણ, સમય જતાં જાતીય અંગોને પ્રવાહ પહોંચાડતા જ્ઞાનતંતુઓ અને રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડી શકે છે. જો દવાઓ કારગર નિવડતી હોય તો પેનિસ પંપ અથવા તો પેનાઇલ ઇમ્પ્લાન્ટ સર્જરી અસરકારક નિવડી શકે છે. આ સમસ્યા ધરાવતી સ્ત્રીઓના જનનાંગોમાં સંવેદના ઓછી હોઈ શકે છે. તેનાથી યોનિમાર્ગમાં યીસ્ટ ઇન્ફેક્શન પણ વધુ થાય છે, જેને પરિણામે આ અંગમાં બળતરા થવાથી સેક્સ માણવું મુશ્કેલ બને છે અથવા ઈચ્છા જ નથી થતી. જો કે આ સમસ્યાની સરળ સારવાર ઉપલબ્ધ હોવાથી ચિંતાનું કોઈ કારણ નથી.
હૃદયને લગતા રોગો
સેક્સ દરમિયાન હાર્ટઅટેક TV કાર્યક્રમને રોમાંચક બનાવવા પૂરતું ઠીક છે પરંતુ પરંતુ વાસ્તવિક જીવનમાં આવું વારંવાર થતું નથી. હૃદયરોગને કારણે તમારી ધમનીઓ સાંકડી અને કઠણ બને છે, જેથી તમારું લોહી એટલી સરળતાથી વહેતું નથી. તમને ઉત્તેજિત થવામાં અથવા જાતીય પરાકાષ્ઠા સુધી પહોંચવામાં મુશ્કેલી પડી શકે છે પરંતુ એક વાર તેની સારવાર થઈ જાય પછી તમારા કાર્ડિયોલોજિસ્ટ સંભવતઃ તમને સેક્સ માણવાની મંજૂરી આપી શકે છે. PDE 5 સેશે દર્દીઓને હૃદય તેમ જ શિશ્નની વાહિનીઓમાં નડતાં અવરોધને ઘટાડવામાં મદદ કરી શકે છે. છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અથવા વધુ ખરાબ થતાં લક્ષણો વિશે સેક્સોલોજિસ્ટને ચોક્કસ જણાવો.
અન્ય પડકારો
તમારી જાતીય જીવનને અસર કરતી અન્ય તબીબી પરિસ્થિતિઓમાં વજન વધવું, સંધિવા, લાંબા સમયથી થતી પીડા, મૂત્રાશય નિયંત્રણની સમસ્યાઓ, ચિત્તભ્રમણા, હાઈ બ્લડપ્રેશર અથવા કોલેસ્ટ્રોલ, દવાઓની આડઅસરો, હતાશા અને પક્ષાઘાતનો સમાવેશ થાય છે. ઉપરાંત, શસ્ત્રક્રિયા – ખાસ કરીને પ્રજનન અંગો (પ્રોસ્ટેટ)માં કરાયેલી શસ્ત્રક્રિયાને કારણે તમને થોડું અજુગતું લાગવાની શક્યતા છે જે તમારી જાતીય ક્ષમતાને અસર કરી શકે છે. એકબીજા સાથે વધુ નિકટ રહેવાના ઉપાયો વિશે ચર્ચા કરો.
સેક્સોલોજિસ્ટ સાથે વાત કરો
આ એક એવો વિષય છે જે અંગે તમને તમારા ડૉક્ટર સાથે વાત કરવાનું સરળ નહીં લાગે. સાચી વાત તો એ છે કે તેમને પણ આ વિશે વાત કરવામાં તકલીફ પડી શકે છે. આ બાબત જ્યારે અન્ય સમસ્યાઓ સાથે સંકળાયેલી હોય ત્યારે તેઓ તેનો ઉલ્લેખ કરતાં હોય છે. તે સીધા પ્રશ્નો પૂછવામાં મદદરૂપ થઈ શકે છે, જેમ કે: શું તમે સેક્સોલોજિસ્ટની ભલામણ કરી શકો છો અને શું આ સમસ્યા મેડિક્લેમ હેઠળ આવરી લેવાય છે? શું મારી કોઈ પણ દવા સેક્સની સમસ્યાઓનું કારણ બને છે? શું તે મને એસ્ટ્રોજન લેવામાં મદદ કરશે? શું શિશ્નોત્થાનની દવાઓનો કોઈ વિકલ્પ છે?
સેક્સ થેરેપી
જો તમારા કાયમી ડૉક્ટરની મદદ કારગર ના નિવડતી હોય તો એક ક્વોલિફાઇડ સેક્સોલોજિસ્ટની મદદ લો. તેઓ તમારી સમસ્યાઓ અંગે જાણી એક યુગલ તરીકેની તમારી જરૂરિયાતો પૂર્ણ કરવાના વિવિધ ઉપાયો સૂચવશે. વધુ ફોરપ્લે અથવા વધુ સીધી ઉત્તેજના તેના ઉપાય હોઈ શકે. જો સંધિવા જેવી સ્થિતિને કારણે સેક્સનો આનંદ માણવો મુશ્કેલ બની જાય છે, તો તે નવી પોઝિશન સૂચવી શકે છે જે તમારા બંને માટે વધુ આરામદાયક અને સંતોષકારક બની રહે.
રચનાત્મક બનો
સામાન્ય સમજ અને સર્જનાત્મક ભાવના સેક્સનો આનંદ માણવાની નવી રીતોને ઉજાગર કરી શકે છે. જો તમને ઉત્તેજિત થવામાં સમસ્યા હોય તો વાઇબ્રેટર લોહીને હલનચલન કરવામાં મદદરૂપ થઈ શકે છે. જો તમે થોડા સમય માટે નિષ્ક્રિય રહ્યા હો તો ફરી ઉત્તેજક મૂડમાં આવવા વિશે ચિંતા કરવી સ્વાભાવિક છે પરંતુ ફક્ત સેક્સ માણવાથી તમે રિલેક્સ થઈ શકો છો.
સલામત સેક્સ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે
STD(સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડીસિઝ) કોઈ પણ ઉંમરના લોકોને થઈ શકે છે. આ રોગ વય પ્રમાણે ભેદભાવ કરતા નથી. જો તમે સેક્સ્યુઅલી એક્ટિવ છો, તો તમને STDનું જોખમ રહેલું છે. જેમાં ક્લેમિડિયા, જનનાંગોના મસા અથવા હર્પીઝ, ગોનોરિયા, હિપેટાઇટિસ B, સિફિલિસ અને ટ્રાઇકોમોનિઆસિસનો સમાવેશ થાય છે. વળી, HIV અને એઈડ્સથી પીડાતા વૃદ્ધોની સંખ્યા પણ વધી રહી છે. તમારે હંમેશાં તમારા ચેકઅપ અને પરીક્ષણો પર ધ્યાન આપવું જોઈએ, જો તમે લગ્નેતર જાતીય સંબંધ ધરાવતા હો તો કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ અને તમારા જીવનસાથી સાથે પ્રામાણિક વાતચીત ચાલુ રાખવી જોઈએ.
પાર્ટનર્સ બદલતા રહેવું
બહેતર આરોગ્ય, દવાઓ અને ઓનલાઈન સહિતના માધ્યમોથી વધુ ને વધુ લોકોના સંપર્કમાં રહેવાની સુવિધાઓને કારણે વૃદ્ધો પણ કોઈ પણ ઉંમરે ડેટિંગ અને સેક્સની મજા માણી રહ્યા છે. કોઈ પણ પ્રકારનું સેક્સ કરતા પહેલાં તમારા પાર્ટનરની હિસ્ટ્રી જાણી લો. તમારે બંનેએ પણ પહેલા ટેસ્ટ કરાવવો જોઈએ. હંમેશા કોન્ડોમ અને પાણી આધારિત લ્યુબ્રિકન્ટનો ઉપયોગ કરો, જે જાતીય રોગ (STD) થવાની શક્યતા વધારતા ઘા અથવા કટ સામે રક્ષણ આપે છે.
અલગ અલગ ઈચ્છાઓ
યુગલો વચ્ચે જાતીય ઈચ્છાઓ અથવા તેના અભાવને મામલે ઘણી વાર વિવાદ થતો હોય છે. સ્ત્રીઓ માટે એસ્ટ્રોજનમાં ઘટાડો થવો, આંતરડા અને મૂત્રાશયની સમસ્યાઓ, સ્તનની શિથિલતા અથવા મૂત્રાશયમાં દાહ જેવી તકલીફો જાતીય ઇચ્છાઓમાં ઘટાડો કરી શકે છે. શિશ્નોત્થાનની સમસ્યા, શીઘ્ર પતન અથવા અન્ય સમસ્યાઓવાળા પુરુષો કદાચ સેક્સ માણવાનું, ટાળવાનું પસંદ કરશે. તમારા પાર્ટનરની વાત પર વિચાર કરો અને બંનેને અનુકૂળ ઉપાય વિશે વિચારો.
તમારે શા માટે ચિંતા કરવી જોઈએ?
તમે પૂછશો કે શા માટે ચિંતા કરવી? તેનો ટૂંકો જવાબ એ છે કે મનને સજાગ રાખે છે અને હૃદયરોગના હુમલા અને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. તે તમને સેક્સના ફાયદા ઘણા છે. તેને જાળવી રાખવાનાં કેટલાંક કારણો (અને એકલા હાથે કામ લેવાથી): તે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે, કેલરી બાળે છે, બ્લડપ્રેશર ઘટાડે છે, તમને આરામ કરવામાં મદદ કરે છે, પીડાને હળવી કરે છે, તમારા અને તમારા જીવનસાથીને નજીક રાખે છે. તે તમને લાંબું જીવવામાં મદદ કરી શકે છે. ઓહ, અને તે તમને ખુશ કરે છે.
અલગ અભિવ્યક્તિ
સંભોગ માણ્યા વિના પણ તમે પ્રેમાળ અને સેક્સી હોઈ શકો છો. પ્રેમક્રીડામાં એકબીજાની સંભાળ રાખવી, આલિંગન, ચુંબન અને મેન્યુઅલ અથવા મૌખિક ઉત્તેજનનો સમાવેશ થાય છે. કોઈ પણ પ્રેમાળ અથવા ઘનિષ્ઠ અભિવ્યક્તિ તમારા ઘનિષ્ઠ જીવનને સંપૂર્ણ બનાવી શકે છે. જો તમારી પાસે જીવનસાથી ન હોય, તો સ્વ-ઉત્તેજના એટલે કે હસ્તમૈથુન – સેક્સના વિવિધ ફાયદાઓ મેળવવાનો એક તંદુરસ્ત, સંતોષકારક ઉપાય છે.