SURAT

સુરતના નેચર પાર્કમાં વાઘ, સિંહનો ખોરાક ઘટી ગયો, આ કારણ છે જવાબદાર!

સુરત (Surat) : ઋતુ બદલાવા સાથે પ્રાણીઓના (Animals) ખોરાકમાં (Diet) પણ ફેરફાર થતો હોય છે. શાકાહાર (Vegetarian) તેમજ માંસાહાર (Non Vegetarian) વાળા પ્રાણીઓ તેમજ પક્ષીઓ (Birds) ગરમીને (Summer) સહન કરી શકે તે માટે શિયાળાની (Winter) સરખામણીમાં ઉનાળામાં ખોરાક લેવાનું ઓછું કરી દે છે. સરથાણા નેચર પાર્કમાં (Nature Park) રાખવામાં આવેલા સિંહ, વાઘ, હિમાલિયન રીંછ, જરખ તેમજ અલગ-અલગ પ્રદેશના હરણની ભોજન ક્ષમતા હાલ ગરમીની સિઝન હોવાથી ઘટી ગઇ છે.

વન્ય જીવન તેમજ પ્રાણી સંગ્રહાલયમાં રહેતા પ્રાણીઓ કે જેમનો ખોરાક વધારે છે. તેવા પ્રાણી ઉનાળાની ઋતુમાં ગરમીથી રક્ષણ મેળવવા માટે કુદરતી રીતે પોતાનો ખોરાક ઓછો કરી દેતા હોય છે. શિયાળામાં 15 કિલોગ્રામથી વધુ ખોરાક લેતા વાઘ, સિંહ, દિપડો, રીંછ, જરખ, મગરનો ખોરાક તેના ડાયટ પ્રમાણે 5 કિલો જેટલો ઓછો થઇ જાય છે. સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં અલગ-અલગ પ્રાણીઓનું સ્ટાન્ડર્ડ ડાયટ રાખવામાં આવ્યું છે.

ઉનાળાની ઋતુ શરૂ થતા જ આ ડાયટમાં ફેરફાર થાય છે. ઉનાળાની ઋતુમાં એપ્રિલ તેમજ મે મહિનામાં જ્યારે તાપમાન વધારે ઉપર જાય છે ત્યારે પ્રાણીઓ સુસ્ત પડી જાય છે. પક્ષીઓની વાત કરીએ તો સરથાણા ઝૂમાં રાખવામાં આવેલા ઇમુ હોસ્ટ્રીઝ (શાહમૃગ) સહિતના પક્ષીઓ માટે પાણીના કુંડ બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કદાવર પ્રાણીઓ પૈકીના એક હીપોપેટેમસનો ખોરાક સૌથી વધુ છે તેને દિવસ દરમિયાન 40 થી 50 કિ.ગ્રા. લીલુ ઘાસ, સુમુલનું દાણ તેમજ 2 કિ.ગ્રા કેળા ખવડાવવામાં આવે છે. જોકે તે દિવસ દરમિયાન પાણીમાં જ રહેતો હોવાથી તેના ખોરાકમાં અન્ય પ્રાણીઓની સરખામણીમાં ઉનાળામાં ખાસ ફેરફાર જોવા મળતો નથી.

શિયાળામાં પ્રાણીઓ ચરબી વધારીને ઠંડીથી રક્ષણ મેળવે છે: ડો.રાજેશ પટેલ (સરથાણા ઝૂ સુપ્રિટેન્ડન્ટ)
સરથાણા ઝૂના સુપરિન્ટેડન્ટ ડો. રાજેશ પટેલે જણાવ્યું હતું કે, માણસોની જેમ જ પ્રાણીઓના ખોરાકમાં પણ શરીરની રચના પ્રમાણે ઉનાળાની ઋતુમાં કુદરતી રીતે ખોરાક ઘટી જાય છે. વાઘ, સિંહ, દિપડા, મગર, જરખ, રિંછ અલગ-અલગ પ્રકારના 6 હરણ તેમના ડાયટ પ્રમાણે ખોરાક ઓછો કરે છે. જ્યારે શિયાળામાં તેઓ વેઇટ ગેઇન કરીને ચરબી વધારીને ઠંડીથી રક્ષણ મેળવે છે. ઉનાળામાં સિંહ, વાઘ, રિંછ કે જેમને 15 કિલો જેટલું માંસ શિયાળાની ઋતુમાં આપવું પડે છે તે ઘટીને ઉનાળામાં 9 કિલોની આસપાસ થઇ જાય છે. જ્યારે દિપડો જેને 6 થી 7 કિલો માંસ જોઇતું હોય છે તે 3 કિલો અને જરખને આપવું પડતું માંસ 4 થી 5 કિલોથી ઘટીને 2 કિલો જેટલું થઇ જાય છે.

Most Popular

To Top