National

રાજસ્થાનના આ વિદ્યાર્થીને મળ્યું આઇન્સ્ટાઇનનું બિરુદ: 64 લાખની શિષ્યવૃત્તિની ઓફર

સિકર: રાજસ્થાનના (Rajasthan) માધોપુર ગામના એક વિદ્યાર્થીએ (Student) માત્ર ભારતમાં (India) જ નહિ પરંતુ વિદેશમાં પણ તેના માતા-પિતાનુ નામ રોશન કર્યુ છે. ધોરણ 12ના વિદ્યાર્થીને આઇન્સ્ટાઇનનુ બિરુદ આપવામાં આવી રહ્યુ છે. અમેરિકાની (America) 6 યુનિવર્સિટીઓમાં પ્રવેશની ઓફર (Admission Offer) મળવી અને 84,000 ડોલર એટલે કે રૂ. 64 લાખ સુધીની શિષ્યવૃત્તિની પણ ઓફર મેળવવી એ ખૂબ જ આશ્ચર્ય પમાડનાર બાબત છે. પરંતુ આ વિદ્યાર્થીએ તેના સખત પરિશ્રમે આ સચ કરી બતાવ્યુ છે. જો કે હજુ તેને વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનની ખ્યાતિ પ્રાપ્ત થઇ નથી. પરંતુ તે આ જ રસ્તા પર ચાલી રહ્યો છે. તેથી તે દિવસ દૂર નથી કે ધાયલને આઇન્સ્ટાઇનની ખ્યાતિ પ્રાપ્ત થાય.

અમેરિકા જેવા દેશની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવુ સહેલુ નથી. તે માટે વિશ્વની સૌથી અઘરી ગણાતી એવી SET એટલે કે સ્કોલેસ્ટિક એસેસમેન્ટ ટેસ્ટની પરીક્ષા આપવી પડતી હોય છે. જ્યારે આ વિદ્યાર્થીએ સેટની પરીક્ષામાં 1480 માર્કસ પ્રાપ્ત કર્યા છે. તેથી તેને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ, રિવરસાઇડ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ અર્બના-ચેમ્પેન, મિશિગન સ્ટેટ યુનિવર્સિટી અને કેલિફોર્નિયાની ડેવિસ યુનિવર્સિટી, સાન્ટા બાર્બરામાંથી પ્રવેશ માટેની ઓફર આપવામાં આવી છે.

રોબોટ બનાવી મંગળ પર મોકલવાની ઇચ્છા
મળતી માહિતી મુજબ ધાયલ કે જેને આઇન્સ્ટાઇન કેહવામાં આવી રહ્યુ છે. તેઓ ભવિષ્યમાં પોતાની એક કંપની શરૂ કરવા માંગે છે. ત્યાર પછી એક રોબોટ બનાવીને મંગળ પર મોકલવા માંગે છે. આઇન્સ્ટાઇન શાળાના દિવસોથી જ તેના સપના પૂરા કરવની દિશામાં વળી ગયો હતો. શાળાના અભ્યાસકાળ દરમિયાન તેમણે પાણીમાં ભળેલા પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણોને સાફ કરવા માટે એક મશીન બનાવ્યું હતું. તે ખૂબ જ પ્રસિદ્ધ થયુ હતુ. જે બાદ જાણીતા વિજ્ઞાન લેખક પોસી જી. હેવિટે તેના પુસ્તકમાં આઈન્સ્ટાઈનના આ પ્રયોગનો ઉલ્લેખ કર્યો છે. જેનુ રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

તેણે અણધાર્યુ કરી બતાવ્યુ
આઇન્સ્ટાઇને ફોન પર જણાવ્યુ હતુ કે અમેરિકન યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માટે ‘સેટ’ ની પરીક્ષા આપવી ફરજિયાત હોય છે. તેની તૈયારી માટે તેણે સખત મહેનત કરી છે અને 12-12 કલાક સુધી અભ્યાલ કર્યો છે. અમેરિકન યુનિવર્સિટીમાં પ્રવેશ માટે આ પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવવા પડે છે. ત્યાર બાદ પરીક્ષા સિવાય વિદ્યાર્થીએ ધોરણ 9 થી ધોરણ 12 સુધીની તમામ શૈક્ષણિક અને ઇત્તર પ્રવૃત્તિઓનો રેકોર્ડ યુનિવર્સિટીને મોકલવાનો હોય છે. આ અરજી સાથે આંતરરાષ્ટ્રીય ધોરણનો નિબંધ પણ મોકલવાનો રહેશે. આવી તમામ વસ્તુઓનો મૂલ્યાંકન કર્યા પછી જ યુનિવર્સિટી અરજી સ્વીકારે છે.

પિતા દ્વારા પ્રેરણા મળી
આઇન્સ્ટાઇનની સફળતામાં તેમના પિતોએ તેમને ખૂબ પ્રોત્સાહન આપ્યુ હતુ. આઈન્સ્ટાઈનના પિતા પ્રો. માર્શલ ધયાલ IIT બનારસમાં પ્રોફેસર છે. એકવાર ક્લાસ દરમિયાન આઈન્સ્ટાઈને તેમના પિતાને તેમની પસંદગીની યુનિવર્સિટી વિશે પૂછ્યું. કારણ કે 22 વર્ષ પહેલા યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરમાં પ્રવેશ મેળવનાર પ્રથમ ઇચ્છુક વિદ્યાર્થી હતા. તેણે તેના પિતા દ્વારા ઓફર કરેલા વિકલ્પ માટે ગૂગલ પર સર્ચ કર્યું અને ત્યારથી તે જ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવાનો સંકલ્પ કર્યો હતો. તેમજ જ્યારે તે 7મા ધોરણમાં હતો ત્યારથી જ તૈયારી કરવાનું શરૂ કર્યું હતુ.

Most Popular

To Top