વડોદરા: મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની રામ નવમીના પાવન દિવસે જ ઉમંગ બ્રહ્મભટ્ટના નામે અત્યંત વિવાદાસ્પદ વોટ્સ અપના મેસેજ બાબતે પોલીસ ફરિયાદ થઇ હતી. તેમાં ફરિયાદી ઉમંગ રણજીતભાઈ બ્રહ્મભટ્ટએ (રહે:ગોત્રી) જણાવ્યું હતું કે તેઓ વોર્ડ નંબર-10ના કાઉન્સિલર છે. તારીખ 10-4-22ના રોજ રામ નવમીના દિવસે ભાયલી નજીક પાળેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણાહુતિનું સુંદર આયોજન કર્યું હતું તેમના દિવ્ય રામ જય જય શ્રી રામ નામનું ગ્રુપ બનાવ્યું હતું. જાહેર જનતાના સહયોગથી રામયાત્રાનુ શાંતી પુર્વક સમાપન થયું હતું. ત્યારબાદનાં થોડા સમયમાં જાણવા મળ્યું હતું કે વોટ્સએપ ગ્રુપમાં મળી આવેલ બે સ્ક્રીન શોટમાં ચર્ચાસ્પદ ચેટ્ટિંગ થયુ હતું. ફરિયાદી સાથે સંકળાયેલા તમામની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવું કૃત્ય અસામાજિક તત્વો દ્વારા થયુ હતું.
સ્ક્રીન શોટમાં દેખાતા સમય મુજબ 10.12pm થી 10.19pm દરમ્યાનના ચેટમાં લખાણ હતું કે બે પેટી દારૂ ગોરધનભાઈ પાસેથી લઈ લેજો,વાત થઈ ગઈ છે. બે પેટી બીયર અને લાલ ક્વાર્ટરની પેટી સવારે લેવડાવી લેજો પણ કાલની યાત્રામાં સંખ્યા પૂર્ણ થવી જોઈએ બાકી ઇજ્જત પર આવી જશે. બધા કરતાં વધુ સંખ્યા કરો છોકરાઓને જે ખાવું પીવું હોય એ બધું જ કરી દેજો પણ યાત્રા પછી અને આપણા જે છોકરાઓ મહેનત કરી છે એ બધાને કહી દો સોમવારે સાંજે દિલ્હી દરબારમા જવાનું છે, “જય શ્રીરામ” ડિમ્પલ ભાઈ બાઈકમાં પેટ્રોલ કાલે બપોરે જ આપજો વહેલાંના આપશો બાકી પેટ્રોલ પુરાવીને ભાગી જશે.
જયારે બીજા સ્ક્રીનશોટ એવું જણાય છે કે ઓકે ગોરધનભાઈ પૈસાની વાત કરતો હતો જોઈ લો ને ત્યારબાદ મેસેજમાં આગળ વાત ચાલતા હા વાત કરી લઉં છું. પેટ્રોલ 250ની કુપન આપી છે. ભાવેશભાઈને 500 કુપન આપી છે. હું ભાવેશભાઈની વાત કરું છું એવું ચેટ કર્યું હતું. વધુમાં ફરિયાદી એવું પણ જણાવ્યું હતું કે વોટ્સએપ ગ્રુપમાં આવી કોઈ વાત થયેલ નથી આવા સમાજ વિરોધી કૃત્યોની પ્રવૃત્તિ અમે કરતા નથી જે આવી કોઈ ગેરકાયદેસર વાત જાણતા નથી.
આવા મેસેજ થી લોક લાગણી દુભાય પ્રતિષ્ઠાને હાનિ પહોંચે હિન્દુ સંપ્રદાયના જાહેરહિતના પ્રસંગમાં કેમ પણ કરીને ઠેસ પહોંચે અને બદનામી થાય એવું કૃત્ય અજાણ્યા ઈસમોએ કુલ ચોક્કસ બદઈરાદો પાર પાડવા આચર્યુ છે. પોલીસ કમિશનર કચેરીમા થયેલી અરજી અંગે તાત્કાલિક અસરથી ગુનાહિત પગલા લેવા સાઇબર ક્રાઇમને તપાસ સોંપાઈ હતી આગામી દિવસોમાં સાઇબર ક્રાઇમના અધિકારીઓ ચર્ચાસ્પદ ચેટ્ટિંગ બાબતે ટેકનિકલ સોર્સ દ્વારા ઊંડી તપાસ હાથ ધરીને આરોપીઓ સુધી પહોંચવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.