Vadodara

રામયાત્રાના ભક્તોની ભીડ એકઠી કરવા દારૂ વેચાયો..!

વડોદરા : દિવ્યયાત્રા 2022 નામના ગ્રુપમાં વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટના નામનો સોશિયલ મીડિયા ગ્રૂપમાં દારૂની રેલમછેલ કરવાની લખાયેલી વાતનો બેશરમી ભર્યો સ્ક્રીન શોટ ફરતો થતા વડોદરાનું રાજકારણ ગરમાયુ છે. તેમના જ કાર્યકરોને એવી સૂચના આપે છે કે 2 પેટી દારૂ અને 2 પેટીન બિયર બૂટલેગર ગોરધન અને લાલા પાસેથી લઈને યાત્રામાં જોડાનાર સક્રિય યુવાનોને આપી દેવા જણાવતા હતા. જેથી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાય. પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારોને યાત્રા વિશાળ દેખાય એટલે જોડાનારને ખાણીપીણીની તમામ સુવિધાઓ પુરી પાડવા દારૂની પણ રેલમછેલ કરાવી હતી. ભગવાનની યાત્રામાં પણ કૂટનીતિ અને રાજકારણનો રંગ ભેળવતા નગરસેવકો હવે તો ધર્મ પણ ચૂકતા જાય છે.

આવા અધર્મી નગરસેવકોના પાપે પાર્ટી અધ:પતનના માર્ગે જઈ રહી છે તેવી ટીકાઓ ચોતરફ ચર્ચાઈ રહી છે.વડોદરામાં ચૂંટણીના ભણકારા વચ્ચે એક બીજાને પાડી દેવાની હોડ તો ક્યારની લાગી ચૂકી છે. ચેક રિટર્ન, પૂજારી સાથે મંદિરમાં જ દાદાગીરી, હવામાં ફાયરિંગ અને ફતેપુરામાં પૂજારીનું અપમાન જેવા વિવિધ બનાવો થકી ભાજપાના અસામાજિક તત્વોને પણ સારા કહેવડાવે તેવા નગરસેવકો અને હોદ્દેદારો વિવાદમાં રહ્યા છે. ઉલ્લેખનયી છે કે વિવાદમાં ઘરાયેલા કોેર્પોરેટર બાબતે ડો. વિજય શાહ, ભાર્ગવ ભટ્ટ સહિતના હોદ્દેદારો સાથે સત્ય હકિકત જાણવા કોલ કર્યા હતા પરંતુ કોઇ જવાબ શુધ્ધા આપવાની તસ્દી લીધી ન હતી.

આ ચેટ ઇરાદાપૂર્વક મને બદનામ કરવાનું પૂર્વ આયોજીત કાવતરું છે
કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટનો ટેલિફોનિક સંપર્ક કરતા આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ ચેટ ઇરાદાપુર્વક મને બદનામ કરવાનું પૂર્વ આયોજીત કાવતરું છે અને આ મામલે મને જાણ થતા મારા વકીલ દવારા તાત્કાલિક પો.કમિશનરને ફરિયાદ કરી દેવાઈ છે. કમિશનરે ગુનાહિત કૃત્ય અંગે vistrit જાણકારી મેળવી મે કાયદેસર કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.તેમજ જાહેર જનતા સામે સત્યા ઉજાગર કરવા એક પત્રકાર પરિષદ પણ ટૂંક સમયમાંમાં યોજવાની છે.

આવા અનેક બનાવોમાં પાર્ટીના હોદ્દેદારો ઠંડું પાડી રેડી દે છે
કોર્પોરેશન દ્વારા કરાયેલા નવા સીમાંકન બાદ બનેલો વોર્ડ નંબર 10 પહેલા 11 હતો ત્યારથી અસ્લીલ વિડિઓ અને ફૉટા ઉપરાંત વિવાદસ્પદ ચેટિંગ ભાજપ ના કેટલાક કાર્યકરોએ જ વાયરલ કરીને પાર્ટીને બદનામી નો કાળો ડાઘ લગાવ્યો છે.2017મા નગર સેવક દિનેશ પરમારે અત્યંત અસ્લીલ વિડિયો પોસ્ટ કરી દેતાં મહીલા કાર્યકરોમા તો રીતસર હોબાળો મચી ગયો હતો. અને આવા કાર્યકરને પક્સ માંથી તાત્કાલિક કરી ખદેડી દેવા પ્રદેશ પ્રમુખ સુધી રજૂઆત કરાઇ હતી. જોકે મોટાભાગના કિસ્સાઓમાં પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો ઠંડું પાણી જ રેડી દેતા હોય છે. કારણકે આવી અશ્લીલ હરકતો કર્યા બાદ કસૂરવાર જવાબ જ એવા રજૂ કરે છે કે પોસ્ટ ભૂલથી થઈ ગઈ મારા મોબાઇલ થી અન્ય કોઈ એ કરી હશે. મને ખબર નથી તેવા બહાના બતાવીને છટકી જતા હોય છે.

Most Popular

To Top