સુરત : સુરતના મગદલ્લા ગામમાં રહેતા જમીન દલાલ વિપલ ટેલરે રાજાભાઈને (Rajabhai) લેવા માટે તેના મિત્રને (Friend) રોહીતને (Rohit) મોકલ્યો હતો. રોહીત અર્ધનગ્ન (Half-naked) અવસ્થામાં મધરાતે (Midnight) લેવા માટે પહોંચી જતા ગામના લોકોએ તેને ઢીબી નાખ્યો હતો. ઉમરા પોલીસે (Police) આ અંગે વિપલની ફરિયાદ (Complaint) લઈ ગુનો દાખલ કર્યો હતો.
- જમીન દલાલ વિપલ ભૂતકાળમાં અનેક વિવાદોમાં આવી ગયો છે
- રોહીત માત્ર ચડ્ડી પહેરીને રાજાને લેવા ગયો હતો
- મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો
- વિપલને જાનથી મારવાની ધમકી આપતા પત્ની તેને બંગ્લામાં લઈ ગઈ
- વિવાદમાં રહેલા વિપલની ફરિયાદ લઈ પોલીસે તપાસ હાથ ધરી
મગદલ્લા ગામમાં પાદર ફળિયામાં રહેતો 26 વર્ષીય વિપલ મનિષભાઈ ટેલર જમીન દલાલીનું કામ કરે છે. ગત 12 એપ્રિલે તેમના પરિચિત રાજાભાઈ ફોન કરીને રૂપિયા આપવા માટે આવ્યા હતા. જેથી વિપલે વોટ્સએપ દ્વારા લોકેશન મોકલી આપ્યું હતું. ફરીથી ફોન કરીને મગદલ્લા ગામમાં હોવાનું કહ્યું હતું. જેથી વિપલ સાથે રહેતો રોહીત રાત્રે સવા એક વાગે રાજાભાઈને લેવા માટે ગયો હતો. થોડીવારમાં રોહીતે ફોન કરીને વિપલને ઝઘડો થયાનું કહ્યું હતું. જેથી વિપલ ત્યાં પહોંચતા મગદલ્લા ગામમાં રહેતા લાલાભાઈ ધનસુખભાઈ પટેલ રોહીત સાથે ગાળાગાળી કરતા હતા. વિપલે ગાળો આપવાની ના પાડતા વિપલને ધક્કો મારીને રોહીતને ધક્કો માર્યો હતો.
રોહીત અને વિપલ તેના બંગ્લામાં જતા રહ્યા હતા.મધરાતે દોઢેક વાગે લાલાભાઈ તેની સાથે મોપેડ પર કિપલ ઉર્ફે ઘોડો, કિંજલ ઉર્ફે બુકીને લઈને આવ્યા હતા. અને તેમને આવીને વિપલની કારના કાચની તોડફોડ કરી હતી. વિપલને જાનથી મારવાની ધમકી આપતા તેની પત્ની રીયા તેને પકડી બંગ્લામાં લઈ ગઈ હતી. રોહીત માત્ર ચડ્ડી પહેરીને રાજાને લેવા ગયો હોવાથી લાલાભાઈએ આ રીતે કેમ અહીંયા ફરે છે તેમ કહેતા હાથાપાઈ થઈ હતી. અને બાદમાં મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
વિપલ ટેલરે ભુતકાળમાં મહિલાએ બાતમી આપ્યાના વહેમમાં તેને ધમકી આપી હતી. વિપલની ગર્લફ્રેન્ડ રીયાના જુના બોયફ્રેન્ડને ચપ્પુના ઘા માર્યા હતા. આ સિવાય અનેક વખતમાં વિવાદમાં રહેલા વિપલની ફરિયાદ લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.