ગાંધીનગર: રામનવમીના (Ramnavmi) દિને હિંમતનગરમાં (Himmatnagar) શોભા યાત્રા પર પથ્થરમારો થવાની ઘટનાના પગલે મંગળવારે (Tuesday) રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) હિંમતનગર પહોંચ્યા હતા. સંઘવીએ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાની ઓપિસમાં જ સિનિયર પોલીસ અધિકારીઓની મહત્વની બેઠક યોજી હતી. એટલું જ નહીં તોફાનો કરાવનાર અસામાજીક તત્વો સામે કડકાઈથી પગલા ભરાવ તાકિદ કરી હતી. બીજી તરફ પોલીસ દ્વારા 40થી વધુ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત તેઓને રિમાન્ડ પર લેવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, ડીજી લો એન્ડ ઓર્ડર નરસિમ્હા કોમાર, રેન્જ આઈજી અભયસિંહ ચુડાસમા, આઈબીના વડા અનુપમસિંહ ગેહલોત સહિત સિનિયર અધિકારીઓ આ બેઠકમા ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા 900થી વધુ આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો છે.
હર્ષ સંઘવી હિંમતનગર પહોંચ્યા : 40થી વધુ આરોપીઓની ધરપકડ
By
Posted on