આણંદ : ખંભાતના શક્કરપુર ગામમાં રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારામાં એકનું મોત નિપજતાં પંથકમાં ભારેલો અગ્ની વ્યાપી ગયો છે. આ મુદ્દે સંગઠનોએ ભારે હોબાળો મચાવ્યા બાદ પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જોકે, વાત વણસે નહીં તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આમ છતાં હજુ ભારેલો અગ્ની જોવા મળી રહ્યો છે. ખંભાતના શક્કરપુરમાં ભગવાન રામની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારામાં ઘવાયેલા કનૈયાલાલ રતીલાલ રાણાનું મોડી રાત્રે મૃત્યું નિપજ્યું હતું. જેના કારણે સમગ્ર ગામના હિન્દુ સમાજમાં ભારે રોષ લાગણી જન્મી હતી. તેમાંય રાણા સમાજ દ્વારા જ્યાં સુધી જવાબદારો સામે પગલાં ન ભરાય ત્યાં સુધી લાશ ન લેવા સુધીની ચીમકી ઉચ્ચારી હતી.
જોકે, પોલીસે પણ મામલાને સમજી હત્યાની કલમ હેઠળ ગુનો નોંધતા સ્થિતિ થાળે પડી હતી. સોમવારના રોજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ કનૈયાલાલની અંતિમયાત્રા નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. આ અંતિમ યાત્રા શક્કરપુર ગામમાં ફરી હતી. જેમાં તમામ ગલીએ જયશ્રી રામના નારા લાગ્યાં હતાં. હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખંભાતમાં ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત બન્ને પક્ષો સામે ગુનો નોંધી ધરપકડ સહિતના પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. આ પથ્થરમારામાં બંદોબસ્તમાં રહેલા પોલીસના કર્મચારી નીતાબહેન ગણેશભાઈ, કિરીટસિંહ દાનુભા, રસીકભાઈ શનાભાઈને પથ્થરમારામાં ઇજા પહોંચી હતી. આ અંગે ખંભાતના આગેવાન િપનાકીનભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, પાેલીસ ફાેર્સ હતી પરંતુ ક્યાંકને ક્યાંક સંકલનને અભાવે શાેભાયાત્રા પર હીંચકારાે હુમલાે થયાે હતાે. આવનારા દિવસાેમાં ગૃહમંત્રી, મુખ્યમંત્રી સુધી શાંતિ ડહાેળનારા સામે પગલા ભરવા માંગ કરવામાં આવશે.
પથ્થરમારા પાછળ જિલ્લા બહારના તત્વો હોવાની શંકા
ખંભાતમાં થયેલા પથ્થરમારામાં જિલ્લા બહારના તત્વોની પણ સંડોવણી હોવાની શંકા ઉઠી છે. રામનવમીની શોભાયાત્રાના બેથી ત્રણ દિવસ પહેલા જિલ્લા બહારથી શંકાસ્પદ માણસોની અવર જવર વધી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડાને રજુઆત કરતાં તેઓએ તુરંત તમામ સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસવા આદેશ આપ્યો છે અને જિલ્લા બહારના વાહનોના નંબર આધારે જેતે વ્યક્તિની પુછપરછ હાથ ધરવાની સુચના આપી છે.
હુસેનશા મૌલવીએ ઉશ્કેરણ કરી હતી
ખંભાતમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારા અંગે પોલીસે બન્ને પક્ષે ગુનો નોંધ્યો છે. જેમાં રામનવમીના શોભાયાત્રાના માણસોને મારી નાખવાના ઇરાદે હુલ્લડ કરી રામનવમીની શોભાયાત્રાના માણસો પર પથ્થરમારો કરી હુસેનશા ઉર્ફે મૌલવી હાશમશા દિવાન, મુસ્તકીમ ઉર્ફે મૌલવી યુનુસ વ્હોરા (રહે.ખંભાત આદર્શ શો મીલ)એ ઉશ્કેરણી કરી હોવાનું ખુલ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ, મૌલવીએ શોભાયાત્રા આગળ જવા દેવાની નથી. તેમ કહી શોભાયાત્રાના માણસો પર પથ્થરમારો કરવા લાગેલા જે દરમિયાન સુનીલ અજયભાઈ ચુનારા, કનૈયાલાલ રતીલાલ રાણાને ગંભીર ઇજા પહોંચી હતી.
શોભાયાત્રામાં જોડાયેલા એક હજારથી વધુ સામે ફરિયાદ
રઝાક અયુબ મલેકની ફરિયાદ આધારે પોલીસે સચીન રાવજી પટેલ, જીગ્નેશ નવીન પેટલ, વિષ્ણુ પટેલ, ભાવીન કાન્તીલાલ પટેલ તથા શોભાયાત્રામાં જોડાયેલા અન્ય અગ્રણીઓ તથા બીજા હજારેક જેટલા માણસોનું ટોળું સામે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
ખંભાત પોલીસ છાવણીમાં ફેરવાયું
ખંભાતમાં રામનવમીના પથ્થરમારા અને આગચંપીના બનાવ બાદ ભારેલો અગ્ની જોવા મળ્યો હતો. જેના પગલે સંવેદનશીલ વિસ્તાર સહિત આસપાસના વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એસઆરપીની બે કંપની ઉપરાંત જિલ્લા પોલીસ વિભાગમાંથી ડીવાયએસપી, 4 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ જવાનો પણ ગોઠવી દેવામાં આવ્યાં છે. આ બનાવની ગંભીરતાના પગલે રેન્જ આઈજી વી. ચંદ્રશેખર પણ ખંભાત આવી પહોંચ્યાં હતાં.
ભાયાત્રા પર પથ્થરમારો કરનારા 100થી વધુ સામે ગુનો નોંધાયો
શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા 100થી વધુ સામે ગુનો નોંધાયો
ખંભાત શહેર પોલીસે દિનેશચંદ્ર ઉર્ફે બલુન મણીલાલ પટેલની ફરિયાદ આધારે 60 અને બીજા સો માણસના ટોળા સામે ગુનો નોંધ્યો છે. જેમાં વસીમ રસીદ મલેક, યાસીક મજીદ મલેક, આરીફ અમન દિવાન, રજ્જાકહુસેન ઐયુબ મલેક (પટેલ), બાબુ ઉર્ફે ટંડાલ અબ્દુલકાદર મલેક, સુલતાન ઉર્ફે હારૂન મકસુદ મલેક (રેતીવાલા), સાજીદ ચાંદ શેખ (દાઢી), અલ્લુ ઉર્ફે અન્નો અકબર મલેક, રઝાક અલ્લારખા મલેક (ડ્રાઇવર), વાસીલ વાહીદ મલેક, અબ્દુલ યાસીન મલેક, નેહલ અહેમદઅબ્દુલ રજાક મલેક, સાદાબ મૈયુ મલેક, સમીર મુનાફ મલેક, મુબીન મુનાફ મલેક, અલ્લારખા કાલુ શેખ, મોહંમદઅસ્ફાક સીદીક મલેક, ઇરફાન લતીફ મલેક, નીશાર મોહંમદ મલેક, અબ્દુલમુનાફ નુરમહંમદ મલેક, હાસમ મકસુદ શેખ, મહંમદફરહાન અબ્દુલમુનાફ મલેક, વસીમ વાહીદ મલેક, ઇખત્યાર સુર્ફુભાઈ કાઝી, સરફરાઝ અકબરહુસેન મલેક, જાવેદ યુસુફ મલેક, સાબીર ખાલીદ મલેક, મુન્ના યુસુફ મલેક, આસીફહુસેન ફારૂક મલેક, અઝરૂદ્દીન મુખત્યાર મલેક, આસીફ ઉસ્માન મલેક, મોહસીન આસીફ મલેક, હુસેનશા ઉર્ફે મોલવી હાશમશા દિવાન, વસીમ અકરમ બાબુ મલેક, મુકીમ બાકર સૈયદ, ઇમરાન યુસુફ પઠાણ, વસીમ મુનાફ મલેક, તૌફીક યુસુફ મલેક (રીક્ષાવાળો), ઓવેશ કુતુમદ્દીન શેખ, મોહસીન ફિરોઝ પઠાણ, અબ્દુલ યાસીન મલેક, સિકંદર અરબાઝ પઠાણ, નાસીર અરબાઝ પઠાણ, મહેતાબહુસેન મૈયુદ્દીન મલેક, અકબર રાજુ મલેક, હુસેન રાજુ મલેક, કામીલ કાદર શેખ, જાવેદ જીમલ પઠાણ, તારીક મહંમદ મલેક, સોએબ લતીફ મલેક, સરફરાઝ ઉર્ફે મુખી કાળુ મલેક, અલ્તાફ કાળુ પઠાણ, મોહંમદ સોએબ ઉર્ફે પ્લમ્બર યુસુફ મલેક, હિદાયત સલીમ મલેક, અલ્તાફ ઇખત્યાર મલેક, સોહેલ હનીફ મલેક, મુસ્તકીમ ઉર્ફે મૌલવી યુનુસ વ્હોરા, ફારૂક મુઝાત મલેક, સફાકતહુસેન ફારૂક મલેક, રજ્જાક નન્નુ મલેક, આસીફ મજીદ મલેક તથા બીજા આશરે સો જેટલા માણસોનું ટોળું.
નવ વ્યક્તિને ડિટેઇન કરવામાં આવ્યાં છે
આ અંગે રેન્જ આઈજી વી. ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, ખંભાતમાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. અહીં પુરતો પોલીસ બંદોબસ્ત હતો. આમ છતાં વધુ બંદોબસ્ત મેળવી સ્થિતિ થાળે પાડવામાં આવી હતી. આ અંગે ઓળખવિધિ કરી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઘટનામાં એકનું મૃત્યું નિપજ્યું હતું. જેની અંતિમવિધિ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી. હાલ શાંતિ રહે તે માટે પ્રયત્ન ચાલી રહ્યાં છે. લોકોનો પણ સહકાર મળી રહ્યો છે. કુલ બે ગુના દાખલ કરીને નવ વ્યક્તિને ડિટેઇન કરવામાં આવ્યાં છે અને તેમની પૂછપરછ ચાલુ છે.