ગુજરાતમિત્ર દૈનિકમાં ચર્ચાપત્રમાં પાંચ સાત વર્ષ પહેલાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના રાણાભાઠા અને ઓંજલ ગામ વચ્ચે આવેલી કનાઈ ખાડી ઉપરના પૂલના બાંધકામ અંગેની વિગત લોક હિતના કારણો સહિત પ્રસિદ્ધ થઈ હતી. પૂલના સર્જનમાં વિભાગના MLA, M.P. ઈત્યાદિ સનિષ્ઠોના પ્રયાસથી વિશાળ જનહિતને લક્ષ્યમાં લઈ મૂર્ત સ્વરૂપ મળ્યું છે. ચર્ચાપત્રમાં પ્રસિદ્ધ થયેલી હકીકત સાર્થક થઈ છે. આ પૂલનું નિર્માણ થવાથી ઐતિહાસિક સ્થળ દાંડી જવાનો માર્ગ ચીખલી, વલસાડ, દક્ષિણ ગુજરાત – દેશના પર્યટકો – સહેલાણીઓ માટે વાયા બીલીમોરા તથા ઓંજલ થઈ ટૂંકા રસ્તે જલદી પહોંચી શકાય. દાંડી જવાના આ માર્ગે ઠેકઠેકાણે દિશા સૂચનનાં બોર્ડો લખેલાં હોય છે. ઓંજલ થી દાંડી જવાનો રસ્તો પણ સુલભ છે.
ખારા અબ્રામા- મગનભાઈ વી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
કનાઈનો પૂલ
By
Posted on