ઈસ્લામાબાદ: પાકિસ્તાનની (pakistan) સત્તા પરથી ઈમરાન ખાનને (Imaran Khan) હટાવવામાં આવ્યા છે અને પૂર્વ પીએમ નવાઝ શરીફના (Navaz Sharif) ભાઈ શાહબાઝ શરીફ (Shahbaz Sharif) પણ પ્રધાનમંત્રીના ઉમેદવારમાં સૌથી આગળ છે. તેઓ પણ નવા વઝીર-એ-આઝમ બનવાના માગે છે. સોમવારે પાકિસ્તાન સંસદમાં નવા પીએમની (PM) જાહેરાત કરવામાં આવશે. શાહબાઝ શરીફે પીએમ બનતા પહેલા જ પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનના PM બને તે પહેલા જ તેમણે કાશ્મીર મુદ્દે નિવેદન આપ્યું છે. શાહબાઝ શરીફે કહ્યું છે કે અમે ભારતની સાથે શાંતિ ઈચ્છીએ છીએ, જે કાશ્મીર વિવાદના સમાધાન સુધી સંભવ નથી.
રાજકીય નિષ્ણાતો માને છે કે પાકિસ્તાનની રાજનીતિ ભારતથી શરૂ થાય છે અને ભારત પર નિવેદનો કરીને સમાપ્ત થાય છે. સત્તા ગુમાવવાના ડરથી વારંવાર જનતાને સંબોધતા ઈમરાન ખાને ભારતના વખાણ કર્યા તો બીજી તરફ નવા પીએમ બનવા તરફ આગળ વધી રહેલા શાહબાઝ શરીફે ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું છે. પીએમ પદના ઉમેદવાર શાહબાઝ શરીફે કહ્યું કે જ્યાં સુધી કાશ્મીર સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ભારત સાથે કોઈ વાતચીત નહીં થાય.
જણાવી દઈએ કે આ સમયે રાજકીય સંકટ સિવાય પાકિસ્તાન મોંઘવારી, વધતી જતી બેરોજગારી અને વિદેશી દેવાથી ઝઝૂમી રહ્યું છે. ઈમરાન ખાનની વિદાય પછી પાકિસ્તાનને શાહબાઝ શરીફની સામે મક્કમતાથી ઊભું કરવું એ એક નવો પડકાર છે, પરંતુ પોતાના લોકોને નોકરીઓ આપવાને બદલે, મોંઘવારી પર અંકુશ અને દેશની આર્થિક મજબૂતી પર વાત કરવાને બદલે તેઓ ભારત અને કાશ્મીરની ધૂન ગાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ, સાત મહિના અને 23 દિવસ પછી, ઇમરાન ખાન રવિવારે વહેલી સવારે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી સત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગયા. ખાનના ઉત્તરાધિકારીની પસંદગી માટે નેશનલ એસેમ્બલી હવે 11 એપ્રિલે મતદાન કરશે. પાકિસ્તાનના 342 સભ્યોના ગૃહમાં રવિવારે 174 સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું. દરમિયાન, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ના પ્રમુખ શાહબાઝ શરીફ, જેઓ હાલમાં નેશનલ એસેમ્બલીમાં વિરોધ પક્ષના નેતા છે, તેઓ આગામી વડાપ્રધાન બનવાની તૈયારીમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે બિલાવલ ભુટ્ટોને વિદેશ મંત્રી બનાવવામાં આવી શકે છે.