Vadodara

કોર્પોરેટર આશિષ જોશીએ અધિકારીને ગંદુ પાણી પીવડાવવાની વાત કરતા જ પાણી પુરવઠાએે ફોલ્ટ શોધ્યો

વોડદરા : શહેરના વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટીમાં એક મહિનાથી વધુ સમયથી પીવાના પાણી માટે નું પાણી મિક્સ થવાની રજૂઆત સામાન્ય સભામાં કરી હતી. જોકે સ્થાનિક કોર્પોરેટરે અધિકારીઓને ગંદુ પાણી પીવડાવવાની નવડાવવાની વાત કરતા અધિકારીઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી. એક મહિના 15 દિવસ પછી હાઈવેની બંધ કરેલ વરસાદી ગટર માં  કોઈ બિલ્ડર રે ક્યાં અધિકારીક – નેતા ના  ઈશારે  ડ્રેનેજ ની લાઈન જોડી હતી. આખરે પાણી પુરવઠાને તેનો ફોલ્ટ મળી ગયો હતો.

શહેરના પૂર્વ વિસ્તાર ના કોર્પોરેટર આશિષ જોશી એ વૈકુંઠ સોસાયટી ના 1500 પરિવાર રહે છે તેમાં એક મહિનાથી વધુ સમયથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થાય છે. તેવી ફરિયાદ કરી હતી. જોકે તેમની સમસ્યાનો નિકાલ ન આવતા પાલિકા ની સામાન્ય સભામાં અધિકારીઓને ગંદુ પાણી પીવડાવવાની અને નવડાવવાની વાત કરી હતી. ત્યાર બાદ અધિકારીઓએ કામગીરી શરૂ કરી હતી. જોકે આરસીસી રોડ પર બનેલી હાઇવેથી શહેરમાં આવતા બંધ પડેલી વરસાદી ગટર માં કોઈ અધિકારી નેતાના મેળાપીપળાથી થી ડ્રેનેજ ની લાઈન જોડવામાં આવી હતી .એનો ફોલ્ટ પાણી પુરવઠા વિભાગને મળી ગયો હતો. જોકે આ ડ્રેનેજ લાઈન કોને નાખી, કોના કહેવાથી નાખે તેની હાલ ડ્રેનેજ અને વરસાદી પ્રોજેક્ટ તપાસ કરશે. જો કે મહત્વનું છે કે સ્માર્ટ સીટી અંતર્ગત વરસાદ લાઈવ નાખવામાં આવી છે જેની અંદર ડ્રેનેજ ની લાઈન નાખવામાં આવતા ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ થઈ ગયો હતો. વરસાદ પડ્યા વગર ગટર ફૂલ થઇ ગઇ હતી. જોકે આશિષ જોશીએ જણાવ્યું હતું કે વરસાદી ગટર ના કારણે વિસ્તારમાં મચ્છરો અને રોગચાળાનો ભય રહે છે જવાબદાર વ્યક્તિ સામે પગલા લેવા જોઈએ.

Most Popular

To Top