Vadodara

મંગળબજારમાં પાથરેલો ડામર પીગળ્યો

વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના ખાડે ગયેલા વહીવટનો વધુ એક નમૂનો  શુક્રવારે મંગળબજારમાં જોવા મળ્યો હતો મંગળ બજાર ખાતે ખજૂરી મસ્જિદથી જુલેલાલ મંદિર સુધીના રોડ પર ગુરુવારની રાતે ડામર પાથરવામાં આવ્યો હતો જોકે કલાકોમાં જ ડામર ઓગળતા  લોકો મુશ્કેલીમાં મુકાયા હતા આ સાથે  પાલિકાને કામગીરી સામે પણ સવાલો ઊભા થયા હતા સ્થાનિક વેપારીઓએ રોડ કામમાં ભારે ગેરરીતિ થઈ હોવાની પણ આ પણ આક્ષેપો કર્યા હતા.
 ગુરુવાર રાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મંગળ બજાર ખજૂરી મસ્જિદ થી જુલેલાલ મંદિર સુધીના મુખ્ય માર્ગ પર ડામર પાથરવામાં આવ્યો હતો જોકે શુક્રવારે બપોરે તાપને કારણે પાલિકા દ્વારા પાઠવવામાં આવેલ ડામર ઓગાળવા લાગ્યો હતો 24 કલાક ટ્રાફિકથી ધમધમતા મંગળ બજાર માં રોડ પર નાખવામાં આવેલ ડામર પિગળતા ખરીદી કરવા આવેલ અનેક લોકો અટવાઈ ગયા હતા કેટલાક લોકો  પટકાયા પણ હતા તો કેટલાક લોકોના ચંપલ તૂટી જતા ગુમાવવા પડ્યા હતા રોડ પર નાખવામાં આવેલ ડામર  અચાનક પીગળતા પાલિકાની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા હતા સ્થાનિક વેપારીઓએ રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો કર્યા હતા.

રોડની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર છતાંય પાલિકાનું તંત્ર મુકપ્રેક્ષક બન્યું
વડોદરા મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવતા રોડ કામો હંમેશા વિવાદોમાં રહ્યા છે. મોટાભાગના રોડ કામોમાં વ્યાપક ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાના છાશવારે આક્ષેપો થાય છે. ભ્રષ્ટાચાર કરવાનું સૌથી ઈઝી સાધન રોડની કામગીરી હોવાનું મનાય છે. કોન્ટ્રાક્ટરોના મેળાપીપણામાં રોડના કામોમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ તથા કેટલાક નેતાઓ માલામાલ થઈ જાય છે. ત્યારે મંગળ બજારમાં થયેલા રોડ કામની કામગીરીની તપાસ કરવામાં આવે તો મોટી ગેરરીતિનો બહાર આવી શકે છે.

Most Popular

To Top