SURAT

દારૂ-જુગાર કરતા સુરત પોલીસને IPLમાં પાંચ ગણો હપ્તો મળતો હોય પછી ક્યાંથી સટ્ટોડિયા પકડાય

સુરત : સુરતમાંથી પાંચ હજાર કરોડનો સટ્ટો આઇપીએલમાં ઓર્ગેનાઇઝ થાય છે ત્યારે એવું કહેવાય છે કે સ્ટેટ મોનિટરિંગ સેલે અડાજણ એન્ટાલિયા બિલ્ડીંગ પર દરોડા કરીને બે વ્યક્તિની ધરપકડ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 14ને વોન્ટેડ બતાવાયા છે. મુખ્ય આરોપી જીગર ટોપીવાલાને વોન્ટેડ બતાવાયો છે. આરોપીઓ જે પકડાયા છે તેમાં ભરત જશવંતલાલ ઠક્કર અને પ્રકાશ ચતુર ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે. પીઆઇ તરડેના માર્ગદર્શનમાં કરાયેલા આ દરોડામાં કાંઇ મળ્યું નથી અલબત બેની ધરપકડ કરીને હાલમાં ફલોપ ઓપરેશન એસએમસી દ્વારા કરવામાં આવ્યુ હોવાની વિગત જાણવા મળી છે.

સુરતમાં મુન્નાનું સામ્રાજ્ય 3000 કરોડનું હોવાની વાત
સુરત શહેરમાં પાંચ હજાર કરોડ કરતા વધારેનો ક્રિકેટમાં સટ્ટો રમાય છે. તેમાં મુન્નો ઓલપાડ, જીગર ટોપીવાલા, પિન્ટુ સેજલ, હિતુ શાલુ, હંટી, મનોજ શર્મા ગજુ વહાબ, બાલાજી, દીપુ બોલા વગેરેના નામ બોલાઇ રહ્યા છે. મુન્ના એકલાનું સામ્રાજ્ય 3000 કરોડનું હોવાની વાત છે. અલબત આ મામલે હાલમાં તો પ્રાઇવેટ આઇડી બનાવીને જે તે સટ્ટાબાજ દુબઈથી સટ્ટો રમાડી રહ્યા છે. સુરત શહેર પોલીસને આઇપીએલમાં તોતિંગ હપ્તો પણ મળતો હોવાની વાત છે. આ હપ્તો કરોડો રૂપિયાનો છે. અલબત સુરત શહેરના ઓપરેટરો જ્યારે આઇપીએલ કે ક્રિકેટ હોય ત્યારે ભારત છોડી દેતા હોવાની વાત છે.

સટ્ટેબાજો પોલીસને સાચવવા લાખો રૂપિયા ખર્ચે છે!
સુરતમાં પાંચ હજાર કરોડના આ ખેલમાં સુરત પોલીસ અને બ્રાન્ચોને કરોડોનો હપ્તો તો અપાઇ રહ્યો છે પરંતુ તેમને સપોર્ટ કરતા જે તે પોલીસ અધિકારી કે પછી કોન્સ્ટેબલને સાચવવા માટે લાખો રૂપિયા ખર્ચી નાંખવામાં આવે છે. હાલમાં સુરતની બ્રાન્ચોની આવક દારૂ અને જુગાર કરતા ક્રિકેટ સટ્ટામાં વધારે મળતી હોવાની વાત છે. આ આંકડો અધધ છે. દરમિયાન એસએમસી દ્વારા કરાયેલા દરોડા પણ વાસ્તવમાં કાઇ નહીં મળતા શંકાના દાયરામાં આવ્યા છે.

પાંડેસરામાંથી 3 સટોડિયા પકડાયા
પાંડેસરા આકાશની એપાર્ટમેન્ટની પાસે જાહેરમાં હાલમાં ચાલતી આઈપીએલ લીગની ટીમ દિલ્હી કેપિટલ તથા લખનઉ સુપર જાઈસની મેચ ના ખેલાડીઓ અને રનો ઉપર સટ્ટા બેટિંગ નો જુગાર રમાઇ રહ્યો છે તે બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડા પાડી પાંડેસરા ગોપાલ નગરમાં રહેતા લોન એ જન્ટ વિરલ દશરથ પટેલ મહિધરપુરા સુમુલ ડેરી રોડ દિવ્યજયોત ફલેટમાં રહેતા બ્રોકર રાકેશ પટેલ અને કતારગામ દરવાજા કુબેર નગર માં રહેતા બ્રોકર અશ્વિન રમેશ માખેચા ને ઝડપી પાડયા હતા પોલીસે તેમની પાસેથી અંગ જડતી ના રૂપિયા ૨૮૦૦૦, અને ૩ મોબાઈલ મળી કુલ ૫૫000નો મુદામાલ કબજે કર્યો હતો. પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top