ડભોઇ: ડભોઇ નગરમાં છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટી અને ખેડૂતોની પડખે હંમેશ ઉભા રહેતા પાયાના કાર્યકર શશિકાંતભાઈ પટેલની વડોદરા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ સુગરક્રેન ગોઅસૅ યુનિયન લી. ગંધારા (વડોદરા સુગર) ખાતે કસ્ટોડિયન તરીકે નિમણૂક થતા ડભોઇ નગર અને તાલુકાના ખેડૂતો અને કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગાંધારા સુગર ફેક્ટરીમાં શેરડી પીલવાની કામગીરી બંધ હોવાથી વડોદરા જિલ્લાના શેરડીનો પાક લેતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેને ધ્યાને લઇ ભારતીય કિસાન સંઘના આગેવાનોએ આ અંગે સરકારમાં વારંવાર રજૂઆતો કરી હતી. જેને પગલે સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા છ વ્યક્તિઓની કસ્ટોડિયન તરીકે નિમણૂક કરી આ વડોદરા સુગર ફેક્ટરીને ફરીથી એકવાર ધમધમતી કરવા માટે સરકારે સૌથી યોગ્ય નિર્ણય લીધો છે. આ છ વ્યક્તિઓની કસ્ટોડિયન તરીકે નિમણૂંક કરી આ મંડળીને બેઠી કરવાની કન્ડિશનથી મંજૂરી આપી હતી. સરકારના એક ઉમદા હેતુથી ખેડૂતોને પણ એક નવો માર્ગ મળી ગયો છે.
જેથી ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં સહકારી મંત્રી જગદીશભાઈ પંચાલની ઉપસ્થિતિમાં છ વ્યક્તિઓની વડોદરા સુગર ફેકટરી ખાતે કસ્ટોડિયન તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેમાં (૧). પટેલ જીતેન્દ્રભાઇ છગનભાઈ,(મોટા ફોફળીયા) (૨) પટેલ સચીનભાઈ ગોપાલભાઈ (શિનોર) (૩) પટેલ કૌશિકભાઇ કાંતિભાઈ (કરજણ) (૪) મહારાઉલ યોગેન્દ્રસિંહ દિલાવર સિંહશ(કરજણ) (૫) પટેલ શશીકાંતભાઈ હરિભાઈ (ડભોઇ) (૬) પટેલ જસુભાઈ ભાઈલાલભાઈ (વડોદરા) આ વર્ષે વડોદરા જિલ્લામાં વડોદરા સુગરના કમાન્ડ વિસ્તારમાં નોંધાયેલ ૫૭૦૦ એકર અને નોંધ આયેલ વગરના ૬૦૦ એકર એટલે કે, કુલ ૬૩૦૦ એકર જમીનમાં ખેડૂતોએ શેરડીનું વાવેતર કરેલુ છે. તો આ ખેડૂતોને આ સુગર ફેક્ટરી ચાલુ થતા સીધો લાભ ઘરઆંગણે મળી જાય અને વડોદરા સુગર ફેક્ટરીના સરકારમાં ૮૩.૦૨ કરોડ ચૂકવવાના બાકી છે તો આ રકમનો બોજો પણ જો આ સુગર ફેક્ટરી ફરી ધમધમતી થાય તો ધીમે ધીમે હળવો થઈ જાય તેઓએ આ ૬ વ્યક્તિઓ જણાવ્યું હતું. જેથી હવે કસ્ટોડિયન દ્વારા સુગર ફેક્ટરી પરથી સીધું વેચાણ પણ કરી મંડળીને નફાના નવા માર્ગ તરફ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમજ સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયથી ભારતીય કિસાન સંઘના આગેવાનોમાં પણ આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
સુગર ફેક્ટરીની કોંગ્રેસ રાજમાં સ્થાપના થઇ હતી
વડોદરા જીલ્લાને સમૃદ્ધ બનાવવા ગંધારામાં સુગર ફેક્ટરીની કોંગ્રેસ રાજમાં સ્થાપના કરી હતી. સનત મહેતા અને જગદીશ પટેલે શરૂઆતમાં નફોબાદમાં રાજ બદલાતાં ભાજપીઓએ સુગર પર કબ્જો જમાવ્યો અને ૨૦ જ વર્ષમાં સુગર ફેક્ટરીને ફોલી નાંખી.પહેલા ભાજપી જયકાંત અને બાદમાં સતિશ નિશાળિયાના ગેરવહીવટે ફેક્ટરીને ખાડામાં નાંંખી.હજારો ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબ્યા.ગત ચૂંટણી પૂર્વે સરકારે બાકી ખાતેદારોને રૂપિયા ચૂકવ્યા અને વહીવટ ઘનશ્યામ પટેલની ફેકટરીના હાથમાં સોંપ્યો હત.વડોદર જીલ્લાના ખેડૂતો માટે ચૂંટણીની ભેટ.વડોદરાની મધ્યમાં શોભિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણમઢિત કરવા ડૉ.કિરણ પટેલે સાડા ચાર કરોડની સખાવતની જાહેરાત કરી હતી.બીજી બાજુ સહકારી ખાતાએ સતિશ નિશાળિયા-મુકેશ બિરલા-અતુલ પટેલ સહિત અનેકને ભ્રષ્ટાચારના આરોપ અંગે કલમ ૮૬-૯૩ની નોટિસ આપ્યાની માહિતી.