સુરત: (Surat) લિંબાયતમાં અજાણ્યાએ બારીમાંથી ઘરની ચાવી લઇને ઘરમાં ઘુસ્યા બાદ તિજોરીના (Safe) લોકને પેચ્યા વડે ખોલી રૂા.1.91 લાખના દાગીના તેમજ રોકડ ચોરી કરી ગયા હતા. લિંબાયતની ગરીબ નવાઝ સોસાયટીમાં રહેતા સમસાદ ગુલામરસુલ અંસારી ઘરમાં જ કપડા પ્રેસ કરવાનું કામ કરે છે. તેઓ રાત્રીના સમયે ઘરને અંદરથી લોક મારીને ચાવીને બારી (Window) પાસે મુક્યા બાદ સૂઇ ગયા હતા. દરમિયાન કોઇ અજાણ્યાએ બારી પાસેથી ચાવી લઇને ઘરનો મુખ્ય દરવાજો ખોલી નાંખ્યો હતો, બાદમાં તે બેડરૂમમાં ગયો હતો અને ત્યાં તિજોરીને પેચ્યા વડે તોડી નાંખીને તેમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ્લે 1.91 લાખની મતાની ચોરી (Theft) કરી ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
- બારીમાંથી ચાવી લઈને ઘરમાં ઘૂસી તિજોરી પેચિયા વડે ખોલી 1.91 લાખની ચોરી
- બારી પાસે ચાવી મૂકતાં હવે ચેતજો : લિંબાયતમાં રાત્રિના સમયે આવેલો અજાણ્યો લોકર તોડી તિજોરી સાફ કરી ગયો
ભેસ્તાનમાં ગેરરીતિ મામલે સસ્તા અનાજના પરવાનેદારનું લાઇસન્સ રદ
સુરત: સુરતમાં ઉધના ઝોન સ્થિત ભેસ્તાન વિસ્તારમાં નગરપાલિકાએ દરોડા પાડી મનપાના શોપિંગ સેન્ટરની ગેરકાયદે કબજો કરાયેલી ૩ દુકાનમાં ઝડપી પાડેલા અનાજ મામલે સસ્તા અનાજની દુકાનનાનાં પરવાનેદાર તારાબેન ધનસુખભાઈ પટેલ સમગ્ર પ્રકરણમાં જવાબદાર હોવાનું જણાતાં પરવાનેદારનું લાઇસન્સ ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરવાનો જિલ્લા પુરવઠા અધિકારી અનિલ હળપતિએ આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે.
ગત તા.૨૮મીના રોજ ઉધના ઝોનના ભેસ્તાન રેલવે સ્ટેશન રોડ સ્થિત મનપાના કોમ્પ્લેક્સની દુકાનોમાં એલોટ નહીં કરાયેલી દુકાનોમાં ગેરકાયદે પ્રવેશ કરી ત્રણ દુકાનો કબજો કર્યો હોવાનું સ્થળ તપાસના અંતે બહાર આવતાં મહાપાલિકાને અંદાજિત ૩૦૦ જેટલી ઘઉં, ચોખા અને મીઠાના જથ્થાની ગુણો મળી આવી હતી. આ ઘટનામાં જિલ્લા પૂરવઠા વિભાગની લાપરવાહી છતી થતાં જવાબદાર સામે સખત કાર્યવાહી કરવા માટે મામલતદારને તપાસ સોંપવામાં આવી હતી. આ તપાસમાં દુકાનદારને ફાળવવામાં આવેલા જથ્થા કરતાં તેને ત્યાંથી મળી આવેલા જથ્થા પૈકી ૯૧૨ કિલો ઘઉં, ૧,૫૯૧ કિલો ખાંડ અને ૩૪ કિલો મીઠાનો વધારાનો જથ્થો મળી આવતાં સરકારી અનાજના વિતરણનો પરવાનો ધરાવતા યુ-૭૦નાં પરવાનેદાર તારા ધનસુખ પટેલ (રહે.,કૃષ્ણકુંજ સોસાયટી, ભેસ્તાન)નું લાઇસન્સ ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરવાનો ગત મોડી રાત્રે આદેશ ફરમાવવામાં આવ્યો છે. આ દુકાનમાં તારા પટેલની ગેરહાજરીમાં રાજુ રાવ દુકાનનું સંચાલન કરતો હતો અને તારાબેન પોતે પરવાનેદાર હોવા છતાં તેઓ હાજર રહેતાં ન હોવાનું પણ જાણવા મળે છે, જેમાં પુરવઠા વિભાગની મિલીભગત હોવાનું જણાઈ રહ્યું છે. બીજી તરફ મનપાની માલિકીની દુકાનોમાં ગેરકાયદે કબજો કરવાના પ્રકરણમાં મહાપાલિકા દ્વારા કાર્યવાહી પ્રગતિમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
પરવાનેદાર પાસેથી દીપલી ગામની દુકાનનો પણ ચાર્જ લઈ લેવાયો
સસ્તા અનાજની દુકાનનો પરવાનો ચલાવતા પરવાનેદાર કરતાં અન્ય માફિયાઓ પુરવઠા કચેરીના અધિકારીઓના મેળાપીપણામાં સસ્તા અનાજની દુકાનો ચલાવતા હતા. જેઓને છટકબારી શોધી તોલાટ કે પછી અન્ય કર્મચારી બતાવી ચલાવી લેવામાં આવે છે. આ ભયાવહ સ્થિતિ વચ્ચે દીપલી ગામની દુકાનનો ચાર્જ તારા ધનસુખ પટેલને સોંપવામાં આવેલો હતો. આખરે નાછૂટકે ભેસ્તાનની યુ-૭૦ની દુકાનનું લાઇસન્સ રદ કરાતાં દીપલી ગામની યુ.૧૧૬નો ચાર્જ જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીઓએ કમને પણ પરત લઈ લેવાની ફરજ પડી છે.