SURAT

VIDEO: આકાશમાં દેખાયેલો આગનો ગોળો આ ચીજનો હતો, વડોદરાના ખગોળશાસ્ત્રીએ આપી માહિતી

સુરત (Surat) : ગુજરાત (Gujarat) અને મહારાષ્ટ્ર (Maharashtra) નજીક શનિવારે સાંજના સમયે આકાશમાંથી પૃથ્વી (Earth) તરફ અગનગોળા ધસી આવતા દેખાયા હતાં. આ અગનગોળા અંગે ખગોળશાસ્ત્રીઓ (Astronomers) દ્વારા રિસર્ચ હાથ ધર્યું હતું. જેમાં ખગોળ વૈજ્ઞાનિકો (Scientists) એવા તારણ પર આવ્યા હતા કે, આ પદાર્થ ઉપગ્રહ કે ઉપગ્રહને છોડવા માટેના રોકેટનો કચરો હોઇ શકે છે.

  • ગુજરાતના આકાશમાં દેખાયેલો ગોળો મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના શિંદેવહીમાં પડ્યો
  • ચંદ્રપુર જિલ્લામાંથી મેટલ-રિંગ એન્ડ સિલિન્ડર-લાઇક ઓબ્જેક્ટ તેમજ આયર્ન રિંગ મળી

ગુજરાત અને મહારાષ્ટ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સંયુક્ત રીતે તપાસ કરતા અવકાશમાં દેખાયેલા અગનગોળાના અંશો મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના શિંદેવહી અને લાડબોરી ગામમાંથી મેટલ-રિંગ એન્ડ સિલિન્ડર-લાઇક ઓબ્જેક્ટ તેમજ આયર્ન રિંગ મળી આવી છે.

ઉલ્કા, અવકાશયાનના ટુકડા ક્યાં તો અવકાશયાનના રોકેટના ટૂકડા હોવાની શક્યતા : સ્ટારગેઝિંગ ઇન્ડિયા
ભુજ સ્ટારગેઝિંગ ઇન્ડિયાના ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ગોરે જણાવ્યું હતું કે, એક ખુબ જ પ્રકાશિત ઉલ્કા ફાયરબોલ જેવો પદાર્થ દેખાતા લોકોમાં કુતૂહલ અને રોમાંચ ફેલાયો હતો. લોકો સોશિયલ મીડિયા દ્વારા એકબીજાને જાણ કરવા લાગ્યા હતા. નરેન્દ્ર ગોર પરિવાર સાથે જદુરાથી ભુજ તરફ આવી રહ્યા હતાં ત્યારે તેમણે આ ફાયરબોલ જોયો હતો. પશ્વિમથી પૂર્વ તરફ પ્રકાશિત પદાર્થ જતો દેખાયો હતો. જેમ-જેમ પુર્વ તરફ પદાર્થ ગયો તેમ તેની તિવ્રતા ઘટી હતી.

વીડિયો અને ફોટાના સંશોધન ઉપરથી ત્રણ શક્યતાઓ છે.

  1. આ પદાર્થ ઉલ્કા હોઇ શકે
  2. આ પદાર્થ કોઇ અવકાશયાનના ટુકડા હોય જે પોતાની ભ્રમણ કક્ષા છોડીને પૃથ્વીની ભ્રમણમાં પ્રવેશ્યા હોય
  3. 3. અવકાશયાન ભ્રમણ કક્ષામાં મુકાયું હોય અને તેના રોકેટના ટુકડા હોઇ શકે, આ ત્રણ શક્યતા છે.

અમેરિકાની સ્પેસ એજન્સીએ 5 મોટી ઉલ્કા દેખાવાનું અગાઉથી જાહેર કર્યું હતું : નરેન્દ્ર ગૌર, ખગોળ શાસ્ત્રી
અવકાશમાં ચાલતી સતત ભ્રમણની પ્રક્રિયાને લીધે કેટલાક અવકાશી પદાર્થો ઉલ્કા સ્વરૂપે ભ્રમણ કરે છે. તો કેટલોક ભાગ તેમાંથી ઉલ્કા અર્થાત ખરતા તારા તરીકે ગુરૂત્વાકર્ષણથી પૃથ્વી તરફ ધસી આવે છે. તેના નાના નાના ટુકડા થતાં વાતાવરણમાં દાખલ થતા મોટુ ઘર્ષણ ઉત્પન્ન થતા અને અતિશય વેગને પરીણામે સળગતાં ગોળા જેવું લાગે છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું કે, પૃથ્વી તરફથી અંદાજે પાંચ મોટી ખરતી ઉલ્કાઓ દેખાશે. જેના નામ આ પ્રમાણે હતા. 2022 FQ, 2022 FE2, 2021 GNI, 2016 GW221, 2021 GNI, અને તેની અંદાજીત સાઇઝ 18 થી 40 મીટર સુધીની હશે. જો તે પૃથ્વી સાથે અથડાઇ તો મોટુ નુકશાન થવાની સંભાવના હોય છે.

ચીનના સેટેલાઈટ રોકેટનો કચરો હોઈ શકે : દિવ્યદર્શન પુરોહિત
વડોદરાના ખગોળ વૈજ્ઞાનિક દિવ્યદર્શન ડી. પુરોહિતે જણાવ્યું કે, ભારતમાં લાખો ભારતીયોએ જોયેલા અવકાશી કાટમાળની ઉત્પત્તિ અને અન્ય વૈજ્ઞાનિક માહિતી લગભગ મેળવી લેવામાં આવી છે. ગુરુદેવ ઓબ્ઝર્વેટરી, શ્રી બ્રાડ યંગ, જોનાથન મેકડોવેલ, ચાર્લ્સ ફિલિપ્સ અને સ્પેસ ટ્રેક સાથે સંકળાયેલા અવકાશના કાટમાળ પર સતત નજર રાખનારા વૈજ્ઞાનિકોએ તેમના અભિપ્રાય અમને મોકલ્યા છે. જે મુજબ આ કાટમાળ પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ કિનારેથી ભારતીય સમય અનુસાર 7:42 પ્લસ અને માઈનસ એક મિનિટે 25.1 અક્ષાંશ પર અને તે જ બારીમાંથી 63.3 થી 28 ડિગ્રી ઝોક પર વાતાવરણમાં પ્રવેશ્યો હતો. આટલી ઓછી ભ્રમણકક્ષાને કારણે, તે લગભગ 1500 કિમી સુધી ચાલ્યો અને મહારાષ્ટ્રના ચંદ્રપુરની આસપાસ પડ્યો. આ કાટમાળ 4/2/21ના રોજ લોન્ચ કરાયેલા ચાઈનીઝ સેટેલાઈટના રોકેટનો હોવો જોઈએ, જે કાટમાળના રૂપમાં આકાશમાં ફરતો હતો. આ ચાંગ જંગ 3બી રોકેટનો કેટલોગ નંબર 47614 જોવામાં આવ્યો છે. ગુરુદેવ ઓબ્ઝર્વેટરી દ્વારા ગત સપ્તાહથી આગાહી કર્યા મુજબ, 28/3ના રોજ સૂર્યની ગતિવિધિને કારણે, સૂર્યમાંથી નીકળતા CMEને કારણે G1 જીઓમેગ્નેટિક સ્ટોર્મ, R 2 મધ્યમ રેડિયો બ્લેકઆઉટ અને S 1 સોલર રેડિયેશન સ્ટોર્મ પૃથ્વી પર ત્રાટક્યું હતું, જેના કારણે કાટમાળ ઉડી ગયો હતો. મધ્ય અક્ષાંશ પર પડવાનું બળ મેળવ્યું. આવનારા સમયમાં ઉપગ્રહોના વધારા અને સોલાર એક્ટિવિટી વધવાને કારણે હવે આવી દુર્ઘટનાઓ વધુ વધવાની આશંકા છે.

Most Popular

To Top