ગાંધીનગર: અમદાવાદ એરપોર્ટ (Ahemdabad airport) પરથી દુબઈ (Dubai) લઈ જવાતા દાણચોરીના હીરા જપ્ત કરવામાં આવ્યા છે. તેની કિંમત લગભગ 1 કરોડ છે. આ પેકેટ્સ જપ્ત કરી રેવન્યુ ઈન્ટેલિજન્સના (DRI) અધિકારીઓની ટીમે મુંબઈના (Mumbai) એક પ્રવાસીની ધરપકડ કરી લીધી છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સને ચોક્કસ બાતમી મળી હતી. તે એમ હતી કે અમદાવાદના SVIP ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ભારતથી દુબઈ જતો એક મુસાફર તેના સામાનમાં હીરા છુપાવીને ભારતની બહાર હીરાની દાણચોરી કરી રહ્યો છે. આ બાતમીને આધારે ડીઆરઆઈએ એક મુસાફરને રોકી તેની તપાસ કરવામાં આવી હતી. આ મુંબઈના પ્રવાસીએ અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ તંત્ર સમક્ષ પોતાની પાસે હીરા કે વિદેશી ચલણી નોટો (દિરહામ) હોવાની કોઈ જાહેરાત કરી ન હતી.
- મહિલાએ ડ્રેસમાં 15 જેટલાં પ્લાસ્ટિકનાં પેકેટ્સમાં હીરા છુપાવ્યા હતા
- દુબઈથી દાણચોરીના હીરા લાવતી વેળા ડીઆઈઆઈની કાર્યવાહી
- 40 હજાર દિરહામ જપ્ત કરાયા
રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓની ટીમને અગાઉથી મળેલી બાતમીના આધારે પ્રવાસીના સામાનની ચકાસણી કરાઈ હતી. મહિલાના ડ્રેસ મટિરિયલ્સની અંદર જુદાં જુદાં 15 જેટલાં પ્લાસ્ટિકનાં પેકેટ્સમાં હીરા છુપાવવામાં આવ્યા હતા. જે બાદ હીરા જપ્ત કરી લેવાયાં છે. આ ઉપરાંત 40 હજાર દિરહામ પણ જપ્ત કરાયા છે. જેનું ભારતીય મૂલ્ય 8 લાખ જાય છે. રેવન્યુ ઈન્ટેલિજન્સનું પલમૂલ્ય 304.629 કેરેટ્સ જેટલુ થાય છે. આ હીરાની કિંમત અંદાજિત 1 કરોડ છે. આ પ્રવાસીની ભારતમાંથી દુબઈ ખાતે હીરાની દાણચોરી કરવાના ગુનામાં ધરપકડ કરી લેવાઈ છે.
મળતી માહિતી મુજબ જેની ધરપકડ કરવામાં આવી તે મુસાફર મૂળ મુંબઈનો વતની હતો. તે હીરાની દાણચોરી કરી વિદેશોમાં લઇ જવાનુ કામ કરતો હતો. તે કમિશનની લાલચે દુબઈના એક હીરાના વેપારી માટે દાણચોરી કરતો હતો. હીરાની દાણચોરી કરતા આ મુસાફરની કાર્યપ્રણાલીના કારણે તે ઝડપાઇ ગયો હતો. જો કે આ મામલે ડીઆરઆઈએ વધુ તપાસ હાથ ધરી છે. તેમજ મુસાફરની અટકાયત કરવામાં આવી છે. પ્રથમવાર ભારતમાંથી બહાર જતા એરપોર્ટ પરથી હીરાની દાણચોરી કરતા મુસાફરને ઝડપી પાડવામાં આવ્યો છે. આ પહેલા એરપોર્ટ પર અત્યાર સુધી વિદેશથી આવતા મુસાફરો પાસેથી ગોલ્ડ અને ડ્રગ્સની દાણચોરી કરતા પકડાયા છે.