સુરત : (Surat) અડાજણ પાલ ખાતે ઇડન એન્કલેવમાં ફ્લેટમાં રહેતા ચેમ્બર ઓફ કોમર્સના (The Southern Gujarat Chamber OF Commerce) ડેપ્યુટી સેક્રેટરી (Deputy Secretory) પૌલિક અનિલભાઇ દેસાઇના સામેના ફ્લેટમાં રહેતા રાહુલ સાથે ચંપલ મુકવા બાબતે ઝઘડો (Quarrel) થયો હતો. જેની અદાવત રાખી ગઈકાલે સવારે રાહુલે પૌલીકની પત્ની સાથએ ઝઘડો કર્યા બાદ રાત્રે ફરીથી ઘરમાં ઘુસીને પૌલિક સાથે ગાળાગાળી કરી માર માર્યો હતો. અડાજણ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
- અડાજણના ઈડન એન્કલેવમાં રહેતા ચેમ્બરના ડે.સેક્રેટરી પૌલિક દેસાઈને સામે રહેતા રાહુલ સાથે ઝઘડો
- ચંપલ મુકવા બાબતે ગાળાગાળી કરી પાડોશીએ ચેમ્બરના ડે.સેક્રેટરીને ઘરમાં ઘૂસી માર માર્યો
- પૌલિક દેસાઈએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી
પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી પૌલિકભાઈ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ડેપ્યુટી સેક્રેટરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ બે દિવસ અગાઉ રાહુલે તેની સાથે બૂટચંપલ મુકવા બાબતે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ગતરોજ બપોરે પૌલિક નોકરી પર ગયો ત્યારે તેની પત્ની ઘરે હાજર હતી. આ સમયે રાહુલે પૌલિકની પત્ની સાથે બૂટચંપલ મુકવા બાબતે ઝઘડો કરી જતો રહ્ના હતો. રાત્રે સાડા અગ્યિાર વાગે રાહુલે પૌલિકના ઘરનો બેલ વગાડતા પૌલિકે ઘરનો દરવાજા ખોલ્યો હતો. જેથી રાહુલે ઘરમાં ઘુસી જઇ પૌલિક સાથે ગાળ ગલોચ કરી ઢીકમુક્કીનો માર માર્યો હતો. પૌલિકની પત્ની માનસીએ બચાવો-બચાવોની બુમાબુમ કરતા બિલ્ડીંગના અન્ય રહીશો દોડી આવ્યા હતા. જેથી રાહુલે ધમકી આપી હતી કે ‘હમણા તું બચી ગયો છે, પરંતુ હવે તું કાં તો તારી પત્ની જ્યાં મળશો ત્યાં મારી નાંખીશ’ તેવી ધમકી આપી હતી. પૌલિકના ગળામાં પહેરેલી સોનાની ચેઇન તોડી નાખી નુકશાન કર્યું હતું.
જાહેરમાં છેડતી કરી ચપ્પુ કાઢી પૂર્વ પતિની પરિણીતાને જાનથી મારી નાંખવાની ધમકી
અડાજણ ખાતે રહેતી મહિલાના વિપુલભાઇ જશવંતભાઇ ખેરાવાલા (રહે.પટેલ ફળીયુ પાલનપુરગામ અડાજણ) સાથે લગ્ન થયા હતા. બંને વચ્ચે મનમેળ નહીં બેસતા તથા રોજના ઝઘડાઓ પછી ચાર વર્ષ પહેલા તેમણે છુટાછેડા લીધા હતા. છૂટાછેડા બાદ પરિણીતા તેના દીકરા સાથે રહેતી હતી. બાદમાં મહિલાએ બીજા લગ્ન કરી લેતા તે પતિ અને પુત્ર સાથે અડાજણ વિસ્તારમાં જ રહેતી હતી. જોકે પૂર્વ પતિ અવારનવાર તેનો પીછો કરી પરેશાન કરતો હતો. ગઈકાલે મહિલા અડાજણ એલ.પી.સવાણી રોડ પર ફૂટપાથ પરથી ચાલતી જતી હતી ત્યારે વિપુલ ત્યાં આવ્યો હતો. અને તેણીની જાહેરમાં છેડતી કરી ગાળો આપી હતી. મહિલાએ ગાળો આપવાની ના પાડતા વિપુલ ઉશ્કેરાઇ તેની પાસેનું ચપ્પુ કાઢી પરિણીતાને બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ તેના પતિને સઘળી હકીકત જણાવતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અડાજણ પોલીસે આખરે વિપુલ સામે છેડતી અને ધમકીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.