Gujarat

રાજ્યમાં રખડતાં ઢોરના કાયદા અંગે પાંચ લાખ માલધારીઓ ગાંધીનગર ખાતે ભેગા થશે

ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભામાં સરકારે વિધાનસભમાં બહુમતી સાથે રખડતાં ઢોરોને (cattle) નિયંત્રણ કરવા માટે બિલ-2022 (Bill-2022) પસાર કરાવી લીધું છે. આ કાયદો અમલમાં આવતા જ માલધારી (Maldhari) અને રબારી (Rabari) સમાજના લોકોએ સરકાર સમક્ષ આક્રોષ વ્યક્ત કર્યો છે. માલધારી સમાજ અને રબારી સમાજ તેમજ પશુપાલકો સરકારના આ કાયદા વિરૂદ્ધ ગાંધીનગર (Gandhinagar) ખાતે ભેગા થશે અને કાયદોનો વિરોધ નોંધાવશે.

રખડતાં ઢોર અને પશુઓના વિરૂદ્ધમાં વિધાનસભામાં સરકારે એક કાયદો પસાર કરવામાં આવ્યો છે જેમાં માલધારી,રબારી અને પશુપાલકોને ગાય ભેંસ રાખવા માટે હવે લાઈસન્સ લેવું પડશે. અને જો લાઈસન્સ ન હશે તો દંડ થશે તેમજ FIR પણ થઈ શકે છે. આદિવાસી સમાજની જેમ જ માલધારી સમાજ પણ ગાંધીનગર ખાતે ભેગા થઈને કાયદોનો વિરોધ નોંધાવશે.

માલધારી સમાજની માંગ છે કે સરકાર રસ્તે રખડતાં ઢોર અંગે કાયદો અમલમાં લાવે તે પહેલા સરકાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી છે. આ અંગે અમદાવાદના માલધારી સમાજના આગેવાન કાળુભાઈ ભરવાડે કહ્યું કે સરકાર જે રખડતાં ઢોર અંગે જે કાયદો લાવવામાં આવ્યો છે તે અંગે માલધારી સમાજ, સાધુ-સંતો તેમજ અન્ય આગેવાનો સાથે આ મુદ્દે ચર્ચા કરી પાંચ લાખ જેટલા માલધારીઓ ગાંધીનગર ખાતે ભેગા થશે. ઉલ્લેખનીય છે કે તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં જેમ આદિવાસી સમાજ ગાંધીનગર ખાતે ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો એવી જ રીતે માલધારી સમાજ પણ આ કાયદા વિરૂદ્ધ ગાંધીનગર ખાતે ભેગા થઈને કાયદાનો વિરોધ નોંધાવશે.

રાજકોટના માલધારી સમાજના આગેવાન કહ્યું કે રખડતાં ઢોર જે રીતે મનુષ્યને ઇજા પહોંચાડે છે તેનો અમને અફસોસ છે, કેટલાક રખડતાં ઢોર -આખલાના કારણે નિર્દોષે જીવ ગુમાવ્યો છે જેનો અમેન ખેદ છે. અને માલધારી સમાજ આ અંગે દુ:ખ વ્યક્ત કરે છે. પરંતુ આ સાથે જ માલધારી સમાજની જૂની માંગણી છે કે સરાકર ઢોર માટે માલધારીઓને વસાહત આપી દેવી જોઈએ. તેમજ સરકાર ગાયના બદલે આખલાને પકડે માલધારી સમાજ તેમની મદદ કરશે. સાથે જ એમ પણ કહ્યું કે માલધારી સમાજ ગરીબ હોવાથી દંડ ન વધારવો જોઈએ.

Most Popular

To Top