વડોદરા : હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેના પગલે વડોદરા જિલ્લા વહીવટીતંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને જરૂરી માર્ગદર્શીકા જાહેર કરી લોકોને હિટવેવથી બચવા માટે કાળજી લેવા અપીલ કરી છે સાથે જ યલો એલર્ટને કારણે તાપમાન પણ ૪૨ ડિગ્રી પાર થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. સોમવારથી જ વડોદરામાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ હતી. કેર વર્તાવતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તેમાંય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી હીટવેવની આગાહી કરી છે. જેને લઇ મહત્તમ તાપમાનનો પારો 41 થી 42 ડિગ્રી સુધી પાર કરી શકે છે સોમવારે વડોદરામાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને પગલે રાજ્યભરમાં અસહ્ય ગરમી પડવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. બીજીતરફ હિટવેવની આગાહીને પગલે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર પણ સાબદુ થઇ રહ્યું છે અને ગરમીથી બચવા માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી છે ઉલ્લેખનિય છે કે છેલ્લા ચાર-પાંચ દિવસથી ગરમીના બીજા રાઉન્ડની શરૂઆત થઇ હતી. જે આવનાર દિવસોમાં વધુ આકરી સાબિત થાય તેમ છે ત્રણ દિવસ સુધી લૂ ની શક્યતાને પગલે બપોરે ના સમયે કારણ વગર બહાર નીકળવું હિતાવહ નથી સાથે જ ગરમીથી બચવા માટેના ઉપાયો કરવા પણ જિલ્લા વહીવટી તંત્રે જણાવ્યું છે.
શહેરમાં કાળઝાળ ગરમી શરૂ આગામી 3 દિવસ હિટવેવની વકી
By
Posted on