પોલેન્ડ: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને નાટો સૈનિકો સાથે પોલેન્ડમાં મુલાકાત કરી હતી. યુક્રેનની સરહદથી લગભગ 80 કિલોમીટર દૂર પોલેન્ડના શહેર રેજજોવમાં પહોંચ્યા હતા. બાઈડને ત્યાં તહેનાત નાટોનાં સૈનિકો સાથે મુલાકાત કરી હતી. બાઈડને સૈનિકો સાથે પિઝા પાર્ટી કરી સેલ્ફી લીધી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ યુદ્ધગ્રસ્ત દેશની સરહદની આટલી નજીક સૈનિકોને મળ્યા હોય. પોલેન્ડમાં લગભગ 20 લાખ યુક્રેનિયન શરણાર્થીઓ છે.
બાઈડને અહીં પુતિનને યુદ્ધ ગુનેગાર પણ કહ્યા હતા.
બાઈડને કહ્યું- મને દુ:ખ છે કે હું સુરક્ષાના કારણોસર યુક્રેન ન જઈ શક્યો. બાઈડને ડુડા સાથે યુક્રેનની સરહદની દક્ષિણપૂર્વમાં રજજો શહેરમાં મુલાકાત કરી હતી, જે માનવતાવાદી સહાયનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. અહીં મોટી સંખ્યામાં શરણાર્થીઓ આવ્યા છે. બાઈડને પુતિનને યુદ્ધ ગુનેગાર ગણાવતા કહ્યું કે લાંબા સમય સુધી સાથીઓને એકજૂથ રાખવા એ વિનાશને ઘટાડવાનો એકમાત્ર રસ્તો છે. પુતિનની આક્રમકતાયુરોપમાં તબાહી મચાવી રહી છે. રશિયા યુક્રેનને જીતવાની તેની મહત્વાકાંક્ષાઓ પર પુનર્વિચાર કરી શકે છે. બીજા વિશ્વયુદ્ધ પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ યુદ્ધગ્રસ્ત દેશની સરહદની આટલી નજીક સૈનિકોને મળ્યા હોય. પોલેન્ડમાં લગભગ 20 લાખ યુક્રેનિયન શરણાર્થીઓ છે.
પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજેજ ડુડા સાથે મુલાકાત કરશે
યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઈડન શનિવારે યુદ્ધના મહત્વ વિશે મુખ્ય ભાષણ આપશે તેવી આશા છે. બાઈડન, પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજેજ ડુડા તેમજ યુક્રેનિયન શરણાર્થીઓ અને યુએસ માનવતાવાદી સહાય સ્વયંસેવકો સાથે પણ મુલાકાત કરશે.
બાઈડેને પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજેજ ડુડા પાસેથી વીસ લાખથી વધુ યુક્રેનિયન શરણાર્થીઓ વિશે માહિતી માંગી હતી જેઓ તેમના ઘર છોડીને છેલ્લા એક મહિનામાં યુક્રેનથી પોલેન્ડ પહોંચ્યા છે. ડુડાએ બાઈડનને કહ્યું કે આ લોકો ઘાયલ છે, તેમનું મન પણ તૂટી ગયું છે. રશિયન બોમ્બમારાથી ગભરાઈને તેઓએ પોતાનો સામાન પણ છોડી દીધો છે.
બાઈડનને યુક્રેન ન જઈ શકવાનું દુખ
બાઈડને કહ્યું- મને દુ:ખ છે કે હું સુરક્ષાના કારણોસર યુક્રેન ન જઈ શક્યો. બાઈડને ડુડા સાથે યુક્રેનની સરહદની દક્ષિણપૂર્વમાં રજજો શહેરમાં મુલાકાત કરી હતી, જે માનવતાવાદી સહાયનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. અહીં મોટી સંખ્યામાં શરણાર્થીઓ આવ્યા છે.
બાઈડને પુતિનને યુદ્ધ ગુનેગાર ગણાવતા કહ્યું કે લાંબા સમય સુધી સાથીઓને એકજૂથ રાખવા એ વિનાશને ઘટાડવાનો એકમાત્ર રસ્તો છે. પુતિનની આક્રમકતાયુરોપમાં તબાહી મચાવી રહી છે. રશિયા યુક્રેનને જીતવાની તેની મહત્વાકાંક્ષાઓ પર પુનર્વિચાર કરી શકે છે.મોડી રાત્રે રશિયન સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે યુક્રેન યુદ્ધ અભિયાનનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. હવે તે પૂર્વ યુક્રેનના ડોનબાસ વિસ્તારને ‘મુક્ત’ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
યુક્રેનિયન સૈનિકોએ રૂરી સૈનિકોને બહાર કાઢ્યા
યુક્રેનની સેનાએ શુક્રવારે મોટો વળતો હુમલો કર્યો હતો. યુક્રેને રાજધાની કિવ નજીકના ત્રણ શહેરોને રશિયન કબજામાંથી મુક્ત કરાવ્યા છે. કિવથી લગભગ 35 કિમી દૂર આવેલા આ ત્રણેય શહેરો પર છેલ્લા એક પખવાડિયાથી રશિયાનો કબજો હતો. બ્રિટનના રક્ષા મંત્રાલયે તેના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરીને જણાવ્યું કે યુક્રેનની સેનાએ મહત્વપૂર્ણ સૈન્ય મથકો પર ફરીથી કબજો કરી લીધો છે.