ગાંધીનગર: દેશભરમાં ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે ગુવારે સવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આવતીકાલે સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ કોવિંદ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના સભ્યોને સંબોધન કરશે. રાષ્ટ્રપતિ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસની તમામ તૈયારી રાજ્ય સરકાર દ્વારા કરી લેવામાં આવી છે. તેમના કાર્યક્રમ મુજબ આવતીકાલે સવારે 9.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાર બાદ સવારે 10 વાગ્યે રાજભવન ખાતે જશે. ત્યાર બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત વિધાનસભામાં સવારે 11 વાગ્યે વિધાનસભામાં સંબોધન કરશે. મળતી માહિતી પ્રમાણે બજેટસત્રની બેઠકમાં રાષ્ટ્રપતિ એક કલાક સંબોધન કરશે. તેઓ રાજભવન ખાતે જ રાત્રી રોકાણ કરશે. બીજા દેવસે તેઓ જામનગર નૌકા મથક વાલસુરાની મુલાકાતે જશે.