યુક્રેન અને રશિયાની વચ્ચે લડાઈમાં અમેરિકાનો સપોર્ટ મળશે અને નાટો દેશોનો સપોર્ટ મળશે એ આશાએ યુક્રેન રશિયા સામે યુદ્ધમાં ઊતર્યું હતું પરંતુ જયારે રશિયાએ આક્રમણ કર્યું ત્યારે નાટો સમૂહના કોઈ પણ દેશ કે નાટોના સુપર પાવર સભ્ય અમેરિકા યુક્રેનની મદદે આવ્યા નથી. રશિયાએ યુક્રેન પર હુમલો કરતા યુક્રેનના તમામ શહેરો હાલ તબાહ થઈ ગયાં છે. રશિયાએ પણ પોતાના લશ્કરને નિભાવવા અને જીવલેણ બોંબ બારૂદ પાછળ અરબો ખરબોનો ખર્ચો કરવો પડે છે. યુક્રેન તો તબાહ થયું જ છે. યુધ્ધમાં થતા ખર્ચાને કારણે રશિયા પણ હાલ આર્થિક રીતે કમજોર થયું છે. સુપર પાવર અમેરિકાની નીતિ હવે સફળ થઈ છે તેનું ગણિત હવે દુનિયાની સમજમાં આવી રહ્યું છે. યુક્રેન પર લગાતાર હુમલા કર્યા પછી આર્થિક રીતે કમજોર થયેલા રશિયા પર અમેરિકાના ઇશારે નાટો કે અન્ય કોઇ પણ દેશ હવે હુમલો કરે તો આર્થિક રીતે કમજોર પડેલું રશિયા તકલીફમાં આવી શકે છે અને આમ બે દેશોને લડાવીને અમેરિકાએ રશિયાને આર્થિક રીતે કમજોર કરી સુપર પાવર બનતાં હાલ પૂરતું રોકી દઇને પોતાના સુપર પાવર પદને ટકાવી રાખવામાં સફળ થયું છે અને હવે જો રઘવાયું બની રશિયા દુશ્મન દેશ પર એટમી હુમલો કરે તો પછી અન્ય દેશો પણ વળતો હુમલો કરે તો દુનિયાના તમામ દેશોએ ભયંકર તબાહી વેઠવા તૈયાર રહેવું પડશે ત્યારે અમેરિકાની કૂટનીતિ દુનિયાના દેશો માટે જીવલેણ અને જોખમી પુરવાર થઇ શકે છે.
સુરત – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
અમેરિકાની કૂટનીતિ દુનિયા માટે જોખમી બની શકે
By
Posted on