Sports

ઇંગ્લેન્ડ-વેસ્ટઇન્ડિઝ વચ્ચે સપાટ પીચ પર વધુ એક ટેસ્ટ ડ્રો

વેસ્ટઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે બાર્બાડોસમાં રમાયેલી બીજી ટેસ્ટ પણ ડ્રોમાં પરિણમી હતી અને તેના કારણે હવે ગ્રેનાડામાં રમાનારી ત્રીજી અને અંતિમ ટેસ્ટ સીરિઝ માટે નિર્ણાયક બની રહેશે. ઇંગ્લેન્ડે રવિવારે પાંચમા અને અંતિમ દિવસે લંચ બ્રેક સુધી રમવાનું ચાલુ રાખ્યું હતું અને તેમણે પોતાનો બીજો દાવ 6 વિકેટે 185 રને ડિકલેર કરીને વેસ્ટઇન્ડિઝ સામે 282 રનનો લક્ષ્યાંક મુક્યો હતો.
વેસ્ટઇન્ડિઝે 65 ઓવરમાં આ લક્ષ્યાંક કબજે કરવાનો હતો અને તેમણે પ્રતિ ચાર રનની એવરેજથી રન બનાવવાના હતા. જો કે વેસ્ટઇન્ડિઝે બે રનની એવરેજથી રન બનાવીને દિવસના અંતે 5 વિકેટે 135 રન બનાવીને ટેસ્ટ ડ્રોમાં ખેંચી હતી. પહેલા દાવમાં લગભગ 12 કલાક બેટીંગ કરીને 160 રન બનાવનાર કેપ્ટન ક્રેગ બ્રેથવેટે બીજા દાવમાં પણ એક છેડો સંભાળી રાખીને 184 બોલ રમીને 56 રન બનાવ્યા હતા.

Most Popular

To Top