નવી દિલ્હી: એન. બીરેન સિંહે (N. Biren Singh)સોમવારે બીજા વાર મણિપુર(manipur)ના મુખ્યમંત્રી(cm) બન્યા છે. તેમણે ઈમ્ફાલ(Imphal)માં સીએમ પદના શપથ લીધા હતા. એન.બીરેન સિંહને મણિપુર ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સર્વસંમતિથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામા આવ્યા હતા. સિંહને સીએમ તરીકે ચૂંટ્યા બાદ કેન્દ્રીય પર્યવેક્ષક નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આ અત્યંત સારો નિર્ણય છે, એ નક્કી કરશે કે, મણિપુરમાં એક સ્થિર અને જવાબદાર સરકાર હોય જે આગળ નિર્માણ કરશે કારણ કે, કેન્દ્ર પીએમ મોદીના નેતૃત્વમાં પૂર્વોત્તર રાજ્યોમાં વિશેષ ધ્યાન આપે છે. એન બીરેન સિંહને સર્વસંમતિથી 32 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું.
ફરી એકવાર મુખ્યમંત્રી બન્યા બાદ બિરેન સિંહે ભાજપ પર “વિશ્વાસ અને સમર્થન” કરવા બદલ રાજ્યના લોકોનો આભાર માન્યો અને તેમને ખાતરી આપી કે તેમની પાર્ટી દરેકના લાભ માટે સુશાસન સુનિશ્ચિત કરશે. બિરેન સિંહે ટ્વિટર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષ પ્રમુખ જેપી નડ્ડાનો મને પક્ષનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવા બદલ આભાર માન્યો હતો. “હું મણિપુર ભાજપના દરેક કાર્યકર્તા (કાર્યકર)નો આજે ભાજપની સરકાર લાવવા માટે તેમના અથાક પ્રયાસો માટે આભાર માનું છું. PM નરેન્દ્ર મોદી જીના સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ ઔર સબકા પ્રયાસના મંત્ર હેઠળ મણિપુરના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા હશે,” તેમણે ઉમેર્યું.
ભાજપે 32 બેઠકો જીતીને સત્તા પરત મેળવી
મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં, ભાજપે 32 બેઠકો જીતીને સત્તા પરત મેળવી હતી. કોંગ્રેસ માત્ર પાંચ બેઠકો પર જ અટકી ગઈ હતી. આ ઉપરાંત 7 બેઠકો NPP, 7 NPF અને 11 બેઠકો અન્યને ફાળે ગઈ છે. 60 સભ્ય સંખ્યા ધરાવતી મણિપુર વિધાનસભામાં છેલ્લે 2017માં યોજાયેલી ચૂંટણીમાં, સીટોની દ્રષ્ટિએ કોંગ્રેસ પછી બીજેપી બીજી મોટી પાર્ટી હતી, તેમ છતાં તેણે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો સાથે મળીને ભાજપે સરકાર બનાવી અને એન બિરેન સિંહ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. કોંગ્રેસની 28ની સરખામણીમાં માત્ર 21 બેઠકો હોવા છતાં ભાજપ 2017માં બે સ્થાનિક પક્ષો – NPP અને NPF – સાથે સરકાર બનાવવામાં સફળ રહી હતી. ચૂંટણી જીત્યા બાદ એન બિરેન સિંહ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત બીજેપીના ઘણા વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા. ચૂંટણીમાં બિરેન સિંહે કોંગ્રેસના પી સરચંદ્રને હરાવીને હિંગંગ બેઠક જીતી હતી. એન બિરેન સિંહે કોંગ્રેસના હરીફ પી સરચંદ્રને 18,000થી વધુ મતોથી હરાવ્યા હતા.