Charchapatra

સ્તુત્ય અને આવકારદાયક પ્રસ્તાવ

રહેણાંક અને કમર્શિયલ વિસ્તારોમાં ગ્રીન કવર વધારવા માટે કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલયે દસ ટકા વૃક્ષારોપણનો પ્રસ્તાવ મૂકયો છે. એ પ્રમાણે સરેરાશ એંસી ચોરસ મીટરના વિસ્તારમાં એક વૃક્ષ ફરજિયાત વાવવું પડશે. કેન્દ્ર સકારના પર્યાવરણ મંત્રાલયે બિલ્ડિંગ કન્સ્ટ્રકશન એન્વાયમેન્ટ મેનેજમેન્ટ રેગ્યુલેશન 2022 નો ડ્રાફટ આ મુજબ રજૂ કર્યો છે. નવાં ભવનોનું બાંધકામ થઇ રહ્યું છે તેને અને જે જૂની ઇમારતોનું સમારકામ થઇ રહ્યું છે તેને પણ આ નવો નિયમ લાગુ પાડવાની વિચારણા છે. રસ્તા ઇમારતો વગેરેના બાંધકામ વખતે નજીકની જમીનને નુકસાન ન થાય તેવી કાળજી રાખવા ઉપરાંત એની આસપાસ વૃક્ષારોપણ કરાશે. ભવિષ્યમાં આ નિયમ ન પાળનારી યોજનાને મંજૂરી જ આપવામાં આવશે નહીં. આ પ્રસ્તાવને લગતાં સૂચનો સાઇઠ દિવસમાં આપવાનું નાગરિકોને પણ કહેવામાં આવ્યું છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે કેન્દ્ર સરકરનો આ પ્રસ્તાવ સ્તુત્ય અને આવકારદાયક છે. જેને સત્વરે અમલમાં મૂકવો જોઇએ.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top