છેલ્લાં કેટલાંય વર્ષોથી સુરતમાં નાની બાળકીઓ અને સ્ત્રીઓ પર થતા બળાત્કાર અને હત્યાના કેસો વધતા જાય છે. હાલમાં પકડાયેલા જુદા જુદા કેસોમાં ખૂની બળાત્કારીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે તે આરોપીઓ મોટે ભાગે પરપ્રાંતિય લોકો છે. મુંબઈમાં કમાઠી પુરા રેડ લાઇટ વિસ્તાર છે, જ્યાં સેક્સવર્કર્સ કાયદેસર ધંધો કરે છે. શહેરના હવસખોર વ્યકિતઓ શરીરની ભૂખ સંતોષવા આવે તેવા લોકોને સેક્સ વર્કર્સ સેવા આપે છે. મુંબઇની જેમ જ આપણે ત્યાં પણ આવો કાયદેસર રેડ લાઇટ એરિયો મુગલીસરામાં હતો. સરકારે તે ઘણાં વર્ષોથી બંધ કરાવી દીધો છે. આપણે ત્યાં નોકરી ધંધા માટે આવતા પરપ્રાંતિય કામદારો પત્ની અને બાળકોને વતનમાં મૂકીને એકલા જ રોજગાર માટે આવતા હોય છે. લાંબા સમય સુધી એકલા રહેતાં લોકો કયારેક દારૂ પીને કે પોર્ન મૂવી જોઇને કામવાસના સંતોષવા રેડ લાઇટ એરીયો ન હોવાના કારણે જયારે કામવાસના પરકાષ્ઠાએ પહોંચી જાય ત્યારે હેવાન બની સ્ત્રી કે નાની બાળકીઓ પર બળાત્કાર કરતા હોય છે કયારેક બળાત્કાર કર્યા પછી જો ભોગ બનનાર ઓળખીતા હોય તો ઓળખ છુપાવવા તેની હત્યા સુધ્ધાં કરી નાંખવાના બનાવો બનતા રહે છે. આવા એકલા રહેતા કેટલાય ગુનાહિત રેકોર્ડ ધરાવતા કામદારોની વસાહતોમાં પત્ની અને પુત્ર પુત્રી ધરાવતા ફેમીલીને અલગ વિસ્તારમાં રાખવાની ખાસ જરૂર છે. પોલીસ જો સખ્તાઇથી નજર રાખે અને ફેમીલી વસવાટ અલગ કરવામાં આવે તો બળાત્કારના કિસ્સા કાબૂમાં આવી શકે છે.
સુરત – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
તો બળાત્કારના કિસ્સા કાબૂમાં આવી શકે
By
Posted on