રાષ્ટ્રીય પ્રાણી વાઘ તેના વૈભવશાળી રંગ, ભ્રામક ડિઝાઇન અને અજોડ શકિતના પ્રતિક સમા હંમેશા માનની દ્રષ્ટિથી જોવાતો આવ્યો છે. જીવભક્ષીઓમાં સત્તાના પ્રતિકસમો ગર્જનાયુકત અવાજ ધરાવતો વાઘ દેખાવડો અને આકર્ષક છે. દુનિયાભરમાં આઠ પ્રજાતીઓમાં ભારતીય બેંગાલ ટાઇગરની પ્રજાતી દેશભરમાં થોડી જગાએ જ છે. તેની ઘટતી જતી સંખ્યા પર અંકુશ લગાવવા 1 એપ્રિલ 1973થી વાઘ સંરક્ષણ પરિયોજનાનો આરંભ કરાયો છતાન કેટલાક વર્ષોથી વાઘ ઝડપથી ઘટી રહ્યા છે. તેનું કારણ વાઘનું વૈશ્વિક બજારમાં લાખો ડોલરનું મૂલ્ય, વાઘને કદાચ હવે પછીની ત્રીજી ચોથી પેઢી ફોટામાં જ જુએ તો નવાઇ નહીં? ત્યારે વન્ય જૈવિક સમૃધ્ધિશાળી ભારતનું આનાથી મોટું દુર્ભાગ્ય કયું હશે??
બામણિયા – મુકેશ બી. મહેતા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
‘વૈભવશાળી વાઘ’
By
Posted on