Charchapatra

હેલ્મેટ ભૂત…

થોડા દિવસ પહેલા વર્તમાન પત્રએ સમાચાર આપ્યા હતા હવે હેલ્મેટ પહેરવાની રહેશે. પોલીસ તંત્ર સજાગ થયું. સમયાંતરે આ હેલ્મેટનું ભૂત ધૂણ્યા કરે છે. સારૂં છે પણ અગવડ ભર્યું લાગે. કયારેક ભૂલી જવાય તો મોટો દંડ ભરવો પડે. એક સમાચારમાં વાંચ્યું કે હેલ્મેટ કાયદો ફકત હાઇવે પર જ છે. પતિ પત્નીને સ્કૂટર સવાર હોય તો બંનેને પહેરવી પડે. હાઇવે અને સામાન્ય રસ્તાઓ બે માંથી કયાં પહેરવાની છે. પ્રજા મૂંઝવણ અનુભવે છે. જરૂરી ખુલાશો આરટીઓ સુરત કરે. જેથી આમ જનતાની ઉથલપાથલ, થ્રમ,અસંમજસ દૂર થાય.
સુરત              – કુમુદભાઇ બક્ષી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top