સુરત: (Surat) ભાટપોર (Bhatpore) ખાતેના ફાર્મમાં (Farm) કામ કરતાં વોચમેનની દિકરી નર્સિંગનો અભ્યાસ કરે છે. યુવતીનો (Girl) એક રોમિયો (Romeo) ઘણા સમયથી પીછો કરી દોસ્તી (Friendship) કરવા દબાણ કરી રહ્યો હતો. ગઈકાલે જ્યારે રોમિયો યુવતીનો પીછો કરી રહ્યો હતો ત્યારે તેને ગભરાયા વિના ચાલાકીથી કામ લીધું હતું અને રોમિયોને એવો સબક શીખવાડ્યો કે તે હવે જીંદગી ભર યાદ રાખશે અને ક્યારેય કોઈ છોકરીનો પીછો કરવાની હિંમત નહીં કરે.
- યુવતીએ પીછો કરતા રોમિયોને વાતો કરવાના બહાને બેસાડી રાખ્યો
- ફાર્મની અંદર જઈ પોલીસને ફોન કરી બોલાવી પકડાવી દીધો
- પીસીઆર ત્યાં પહોંચી જઈ રોમિયોને ઊંચકી લીધો હતો
ભાટપોર ગામમાં આવેલા એક ફાર્મહાઉસમાં વોચમેન તરીકે નોકરી કરનારે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં નવલકિશોર મુન્નીલાલ પાંડે (ઉ.વ.૨૮ રહે ભાટપોર જી.આઇ.ડી.સી) ની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમને સંતાનમાં પાંચ છોકરી અને એક છોકરો છે. સૌથી મોટી પુત્રી 17 વર્ષીય સપના (નામ બદલ્યું છે) અમરોલી ખાતે આવેલી હોસ્પિટલમાં નર્સિંગ તરીકે નોકરી કરી તાલિમ મેળવે છે. બાજુના બંગલામાં મજૂરી કામ કરતા ગુડ્ડુસિંગને ત્યાં સપના જમવાનું બનાવવા જતી હતી. ત્યારે ગુડ્ડુસિંગના મિત્ર નવલ પાંડે સાથે ઓળખાણ થઈ હતી. ત્યારથી નવલ સપનાને દોસ્તી કરવા માટે કહીને પરેશાન કરતો હતો. સપનાએ તેના પિતાને આ અંગે જાણ કરતા પિતાએ ગુડ્ડુસિંગને કહીને નવલને ત્યાંથી કઢાવી મૂક્યો હતો. ત્યારપછી પણ તે ફાર્મહાઉસ પાસે આંટાફેરા મારવા આવતો હતો. અને અમરોલી હોસ્પિટલ પાસે પણ જતો અને ફોન કરીને પરેશાન કરતો હતો.
ગઈકાલે નવલે સપનાને ફોન કરીને દોસ્તી કરવા કહ્યું હતું. સપનાએ ઇનકાર કરતા ગંદી ગાળો આપી હતી. સપનાએ ફોન કટ કરતા હોસ્પિટલના નંબર પર ફોન કરીને સ્ટાફને પણ ગાળો આપતા પિતાએ દિકરીને ભાટપોર ઘરે બોલાવી લીધી હતી. બપોરે તે ઘરે જવા નીકળી ત્યારે તેનો પીછો કરીને પરેશાન કરતા સપનાએ તેને ફાર્મની બહાર ઉભા રહેવાનું કહીને પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. અને પોલીસની પીસીઆર ત્યાં પહોંચી જઈ તેને ઉંચકી પોલીસ સ્ટેશનમાં સળિયા પાછળ ધકેલી છેડતીની ફરિયાદ દાખલ કરી હતી.