Vadodara

‘હવે જો રસ્તા પર કે ફૂટપાથ પર દબાણ કરશે તો માલ જપ્ત કરાશે’

વડોદરા : શહેર ના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા અને ખંડેરાવ માર્કેટના પાછળના ભાગે ભરાતા ફૂલ બજાર અને ફૂટ બજારના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થાય છે સાથે અકસ્માતો પણ સર્જાય છે. સ્થાનિક કાઉન્સિલર સહિત રહીશો દ્વારા અનેકવાર રજૂઆતને અંતે મેયર દ્વારા સ્થળ અને સ્થિતિનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું અને વેપારીઓના કડક સૂચના આપવામાં આવી હતી કે હવે કાલથી જો દબાણ કરવામાં આવશે તો માલ જપ્ત કરી દેવામાં આવશે .મેયર ના સપાટ બોલાવતા વેપારીઓમાં સોપો પડી ગયો . શહેર ના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે ભરાતા ફળ તેમજ ફૂલના બજાર પર મેયર કેયુર રોકડીયાએ કડક કાર્યવાહી સપાટો બોલાવ્યો હતો.સવારે મેયર કેયુર રોકડિયા ખંડેરાવ માર્કેટ પાસે સ્થળ અને સ્થિતિનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. જ્યાં તેઓએ કાઉન્સિલર જાગૃતિ કાકા સ અને અધિકારીઓને સાથે રાખી વેપારીઓ અને ખેડૂતો સાથે વાત કરી હતી. મેયર દ્વારા તમામ દબાણ કર્તાઓને સુચના આપવામાં આવી કે આવતી કાલથી કોઇપણ વેપારી રસ્તા કે ફૂટપાથ પર દબાણ કરશે તો તેમનો માલ જપ્ત લઈ કાર્યવાહી પણ કરવામાં આવશે.મેંયર દ્વારા કરવામાં આવેલી આકસ્મિક મુલાકાત ને પગલે વેપારીઓમાં હડકંપ મચી ગયો હતો. ચારે તરફ ભાગદોડ ના દ્રશ્યો સર્જાયા હતા. નારીયેળ વેચવા આવેલી ટ્રકો એ પણ દોટ મૂકી હતી.

વિઝિટની માહિતી આપનાર ફૂટેલા કર્મચારીને મેયરે ખખડાવ્યો
પાલિકાના ભ્રષ્ટ કર્મચારી વેપારીને માહિતી આપતા મેયરે તેને પરત સફાઈ કામદાર તરીકે મોકલી આપ્યો. મેયર કેયુર રોકડિયા ખંડેરાવ માર્કેટની આસપાસના દબાણોની સ્થિતિને જાણવા આકસ્મિક મુલાકાતે પહોંચ્યા હતા પરંતુ મેયરના આગમન પૂર્વે જ પાલિકાના એક ભ્રષ્ટ કર્મચારીએ વેપારીઓને એલર્ટ કરી દીધા. કાર્યવાહી થાય તે પૂર્વે જ વધુ પડતા વેપારીઓએ પોતાના પોટલા સમેટી લીધા હતા. આ અંગેની જાણ મેયરને થતા તેઓએ વોર્ડ ઓફિસરને જાણ કરી પાલિકાના ભ્રષ્ટ કર્મચારીના બંને મોબાઈલ જમા લઈ ચેક કર્યા હતા જેમાંથી સવારે થયેલા તમામ આઉટગોઇંગ અને ઇનકમિંગ કોલ ડીલેટ વાગી ગયા હતા. મેયર દ્વારા પાલિકાના ફૂટેલા કર્મચારીની બદલી કરવાની  તેમજ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી. કર્મચારીનું  સુધીર બાવા ને સફાઈ કામદાર પદ પર કામ કરે છે પરંતુ તેની પાસેથી આસિસ્ટન્ટ ભાડા ક્લાર્ક તરીકેની કામગીરી લેવામાં આવતી હતી.અને આ કર્મચારી વોર્ડ નંબર 5 માં ફરજ બજાવે છે. મેયર દ્વારા તેને ખખડાવવામાં પણ આવ્યો હતો.મેયર કેયુર રોકડિયા જણાવ્યું હતું કે જે કર્મચારી છે તેને વોર્ડ માં સફાઈ કામદાર તરીકે પાછો  મોકલી દેવામાં આવ્યો છે.

માર્કેટમાં જગ્યા મળતી નથી : વેપારી
વેપારી રમેશ માળીએ જણાવ્યું હતું કે આસપાસના ગામોમાંથી ફૂલો નો વેપાર-ધંધા માટે આવ્યા છે. અમે માર્કેટમાં જગ્યા મળતી ન હોવાથી અમે રોડ પર ધંધો કરીએ છીએ. અમારો ધંધો સવારના બે થી ચાર કલાકનો હોય છે પછી અમે જતા રહે છે. અમારા લોકો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી મેયરને રજુઆત કરી છે.

ટ્રક ઊભી રહેશે તો 10 હજાર દંડ : કોર્પોરેટર
સ્થાનિક કોર્પોરેટર જાગૃતિ કાકાએ જણાવ્યું હતું કે અગાઉ શહેર ભાજપના પ્રમુખ ડો વિજય શાહ ને પણ રજૂઆત કરવામાં આવી હતી. અને મેયર પોતે પણ ખંડેરાવ માર્કેટમાં ટ્રાફિકમાં ફસાયા હતા. જેથી તેમને આજે વેપારીઓને વિનંતી કરી હતી અને તમારો માલ સામાન જપ્ત કરવામાં નહીં આવે પરંતુ કાલથી જ દબાણ કરશો તો માલસામાન જપ્ત કરવામાં આવશે અને ટ્રક જે ઉભી રહે છે જેની સામે ૧૦ હજારનો દંડ પણ વસુલ કરવામાં આવશે.

Most Popular

To Top