Gujarat

ભારે ગરમીના દિવસો વચ્ચે આ તારીખે વરસાદ વરસશે, હવામાન નિષ્ણાતોની આગાહી

ગાંધીનગર: ગુજરાત (Gujarat) માં રાત્રે હજી પણ ઠંડી (cold)ના અહેસાસ વચ્ચે દિવસે ભર ઉનાળા (Summer) જેવું વાતાવરણ લાગી રહ્યું છે. દિવસે વધી રહેલી ગર્મી વચ્ચે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવવાની આગાહી હવામાન વિભાગે (Meteorological Department) આપી છે. હવામાન વિભાગની આગાહી (prediction) અનુસાર ફરી એકવાર રાજ્યમાં માવઠા (Mawtha) ની અસર જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા 7 માર્ચે દક્ષિણ ગુજરાત (South Gujarat) ના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ (Rain) પડી શકે છે. 

હવામાન વિભાગની આગાહી દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સાબિત થશે. 7 માર્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. જેમાં નર્મદા, ડાંગ, તાપીમાં માવઠાની આગાહીની શક્યતા છે. તો સામાન્ય વરસાદની સાથે થંડરસ્ટોર્મની (Thunderstorm) પણ આગાહી કરવામાં આવી છે, તો અન્ય કેટલાક જિલ્લામાં વાતાવરણ સુકુ રહેશે.

મે મહિનામાં તાપમાનનો પારો ઉંચો રહેશે
આ વર્ષે ગુજરાત સહિત રાજ્યોમાં કડકડતી ઠંડી પડી હતી તેથી ઉનાળામાં સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા દર્શાવાય છે. જેથી હીટવેવના દિવસોમાં વધારો થશે. ભારતીય હવામાન વિભાગે માર્ચથી મે મહિના સુધીમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે મહિનામાં પશ્ચિમ અને તેનાથી નજીકના ઉત્તરના ભાગો અને પૂર્વોત્તરના હિસ્સાઓમાં અનેક સ્થળો પર મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની શક્યતા છે. 

વહેલી સવારે અને રાત્રે ઠંડા વાતાવરણનો અનુભવ
ઉત્તર ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ હાલમાં પણ રાત્રે અને વહેલી સવારે ધુમ્મસ ભર્યુ વાતાવરણ રહે છે. તો દિવસે ગરમીનો અનુભવ થાય છે. અરવલ્લીમા મંગળવારે સૌથી વધુ 21 ડિગ્રી લઘુતમ તાપમાન તાપમાન તો સાબરકાંઠા 18, મહેસાણા,બનાસકાંઠા 17 જયારે પાટણમાં સૌથી ઓછું 16 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયુ હતું.

આગામી સમયમાં વધુ ગરમી પડે તેવી શક્યતા
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં અસંખ્ય તાપ જોવા મળશે. મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે. તો રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં એપ્રિલ, મેમાં કાળઝાળ ગરમી પડે તેવી શક્યાતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એજ સાથે ગુજરાત, રાજસ્થાનના પાકિસ્તાન સીમા પાસેના વિસ્તારોમાં ઉનાળે ગરમીના નવા રેકોર્ડ સર્જાઈ શકે છે.

Most Popular

To Top