દેશમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. રાજસ્થાન સરકારે થોડા વર્ષો અગાઉ રોડ અકસ્માતો રોકવા માટે એક અનોખી યોજના અમલમાં મૂકી હતી. જેમાં પરિવહન વિભાગ દ્વારા તમામ સરકારી વાહનોના ડેશ બોર્ડ પર ડ્રાઈવરના પરિવારનો ફોટો લગાવવાનો આદેશ અપાયો હતો. રાજસ્થાન પરિવહન વિભાગે રોડ અકસ્માતો ઘટાડવા માટે તમામ સરકારી વાહનો અને સરકારી વિભાગ સાથેના કરારથી ચાલતા ખાનગી વાહનોના ડેશ બોર્ડ પર ડ્રાઈવર પોતાના પરિવારનો ફોટો લગાવે તેવો આદેશ અપાયો હતો. ગાડીના ડેશબોર્ડ પર ડ્રાઈવરના પરિવારનો ફોટો લગાવેલો હોવાથી ડ્રાઈવર સર્તક રહેશે અને સંભાળીને વાહન ચલાવશે તેવું માનવામાં આવ્યું છે. રોડ અકસ્માતો રોકવા માટે રાજસ્થાન સરકારે અમલમાં મૂકેલી યોજના સ્તુત્ય અને આવકારદાયક અને અન્ય રાજ્યો માટે અનુકરણીય છે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
રોડ અકસ્માતો રોકવા યોજના
By
Posted on