Charchapatra

રખડતા ઢોરની સમસ્યા, અહીં પણ ત્યાં પણ

કોઈ રાજ્યની ચૂંટણીમાં રખડતા ઢોરની સમસ્યા એક મોટો ચૂંટણી મુદ્દો બની જાય એ વાત માની શકાય ? હા, બિલકુલ. યુ.પી.ની હાલની ચૂંટણીમાં ઉપરોક્ત સમસ્યા એક મોટો ચુનાવી મુદ્દો બની ગઈ છે. ! રાજ્ય સરકારની ગૌવંશ સંરક્ષણની નીતિથી રખડતાં સાંઢની વસ્તી એ હદે વધી છે કે આ પશુઓ ખેડૂતોના ઊભા પાકમાં ઘૂસી જાય છે અને તેમને હાંકવાની કોશિશ થતાં તેઓ ખેડૂતોના ઊભા પાકમાં ઘૂસી જાય છે અને તેમને હાંકવાની કોશિશ થતાં તેઓ ખેડૂતો પર હુમલો કરે છે. ! આ સંદર્ભે એક વાંચેલી ઘટનાનું સ્મરણ થાય છે. સરદાર પટેલ અમદાવાદના મેયર હતાં ત્યારે શહેરમાં રખડતા કૂતરાનો ઉપદ્રવ ખૂબ વધી જતાં સરદારે આ બધા કૂતરાઓનો નિકાલ કરવાના આદેશ આપી દીધા હતાં. ! જીવદયા પ્રેમીઓએ આનો વિરોધ કરતાં સરદારે તેમને કૂતરાઓને પોતાને ઘરે રાખવાની સલાહ આપી હતી. ! શાસકોએ નીતિગત નિર્ણયોમાં – ખાસ કરીને જ્યારે તે પ્રજાનાં આમ સમૂહને સ્પર્શતા હોય – ધાર્મિક લાગણીઓ કોરાણે મૂકી બુધ્ધિગમ્યતા દાખવવવી અત્યંત આવશ્યક છે. !
નવસારી           – કમલેશ આર. મોદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top