આપણી પ્રાચીન સંસ્કૃતિથી શાસ્ત્રીય નૃત્ય શીખવાનું મહત્વ રહ્યું છે. મહિલાઓ અને કંઇક અંશે પુરુષો પણ આ નૃત્યોમાં પારંગત થયા છે. મલ્લિકા સારાભાઇ, મૃણાલિની સારાભાઇ, સોનલ માનસિંહ, એકટ્રેસ હેમા માલિની, બીરજુ મહારાજ જેવા કેટલાક નામ ક્લાસિકલ ડાન્સમાં જાણીતા છે. આજે જયારે ઘણા પ્રાચીન શાસ્ત્રીય નૃત્યો વિસરાતા જઇ રહ્યા છે ત્યારે તેને જીવંત રાખવા અને નવી પેઢીને અને આજની યુવતીઓને પણ આ ડાન્સ શીખવા માટે પ્રોત્સાહિત કરવા સુરતમાં કુચીપુડી અને કથકલી જેવા ડાન્સનો પ્રથમ પ્રયોગ 6th માર્ચ, 5.30 કલાકે સાયન્સ સેન્ટરમાં તાલ ગૃપના કૃતિકા શાહ દ્વારા થઇ રહ્યો છે જેમાં અમદાવાદના મુદ્રા સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સના અપર્ણા અને અનંત મહેતા દ્વારા પરફોર્મન્સ આપવામાં આવશે.
ઓડિયન્સ માટે બ્લેક થીમ અપનાવવામાં આવી રહી છે: કૃતિકા શાહ
તાલ ગૃપના કૃતિકા શાહ જણાવે છે કે ‘નાયિકા’ નામની આ ઇવેન્ટમાં અમે આર્ટીસ્ટ કલરફૂલ કોસ્ચ્યુમમાં હોઇશું જયારે ઓડિયન્સ માટે બ્લેક થીમ ડ્રેસ કોડ રાખવામાં આવશે. જે નારી સશક્તિકરણ માટે એક પ્રકારની એનર્જી પૂરી પાડશે.