હથોડા: કીમ (Kim) ચાર રસ્તા ખાતે પાલોદ (Palod) પોલીસ ચોકી (Police station) પાસે આવેલા શોપિંગ સેન્ટરની દુકાનમાં અલગ અલગ રસાયણથી નકલી બાયો ડીઝલ (Bio Diesel) બનાવવાનો વેપલો ચાલતો હતો. જ્યાં કોસંબા પોલીસે રેડ (Raid) કરી ૨૦૦૦ લિટર નકલી બાયો ડીઝલના જથ્થા સાથે એકને ઝડપી પાડતાં પાલોદ પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.
ઘટનાની વિગત એવી છે કે કોસંબા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી હિમાંશુભાઈ રશ્મિકાંત પટેલને બાતમી મળી હતી કે કીમ ચાર રસ્તા ખાતે પાલોદ પોલીસ ચોકી નજીક જ અજંતા શોપીંગની દુકાનમાં પ્રકાશ ભૂરા ખટીક નામનો વ્યક્તિ અલગ-અલગ જગ્યાએથી અલગ અલગ પ્રકારનું રસાયણ લાવીને મિશ્રણ કરી નકલી બાયો ડીઝલ બનાવી વેચાણ કરે છે.
- દુકાનમાં ચાલી રહ્યો હતો કૌંભાડ અને પાલોદ પોલીસ ઉંઘતી રહી
- કોસંબા પોલીસે કીમ ચાર રસ્તા ચોકીની પાસેથી કૌભાંડ ઉઘાડું પાડી પાલોદ પોલીસને ઊંઘતી ઝડપી પાડી
- 2000 નકલી બાયો ડીઝલના જથ્થા સાથે એકની ધરપકડ કરી, મશીનરી સાથે 2.50 લાખનો મુદ્દામાલ કબજે
જેથી કોસંબા પોલીસના સ્ટાફ આ અજંટા શોપીંગ સેન્ટર ખાતે રેડ કરીના તપાસ કરતા આઇશા બીબીના નામની દુકાન પ્રકાશ ભૂરા ખટીક ભાડે રાખીને નકલી બાયો ડીઝલ બનાવી વેચતો પકડાયો હતો. કોસંબા પોલીસે 2000 લિટર નકલી બાયો ડીઝલ જથ્થો સીઝ કરી મશીનરી તેમજ અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ અઢી લાખનો મુદ્દામાલ ઝડપી પ્રકાશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાલોદ નજીક રાત્રે 11 વાગ્યા બાદ ટ્રકોમાં સપ્લાય કરાય છે, બાયો ડીઝલ
કીમ ચાર રસ્તા વિસ્તારમાં અગાઉ ધમધમી રહેલા બાયો ડીઝલના વેપલા પર સ્ટેટ ગાંધીનગર વિજિલન્સ દ્વારા રેડ કરતા અને મોટી માત્રામાં બાયો ડીઝલનો જથ્થો મળતા કોસંબાના પી.આઈ.ની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી. ત્યારબાદ હરકતમાં આવેલી પોલીસે થોડાક સમયે લાલ આંખ કરીને બાયો ડીઝલનો વેપલો સદંતર બંધ કરાવ્યો હતો અને હવે ફરી પાછો કીમ ચાર રસ્તા વિસ્તારમાં બાયો ડીઝલનો વેપલો ધમધમવા લગ્યો છે. પાલોદ ગામથી થોડેક દૂર ઓવરબ્રિજના છેડા પહેલા રાત્રિના 11 વાગ્યા પછી બિન્ધાસ્ત પણે ટ્રકોમાં બાયો ડીઝલનો જથ્થો પુરવામાં આવે છે. જેથી પાલોદ પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થાય છે.