ડીજીટલ યુગમાં હવે 13 મહિનાનું વર્ષ થઈ ગયું છે !! જેટલી રકમનું મોબાઈલ માટે એક મહિનો હતું તે ઘટાડીને 28 દિવસ એટલે કે વર્ષનાં (365/28-13.03) તેર મહિના થઈ ગયા અને તે મુજબ જી.ટી.પી.એલ થી ટી.વી. જોતા સામાન્ય પ્રજાજનો માટે પણ આ નિયમ ચાલુ થઈ ગયો. હદ તો ત્યારે થઈ કે અત્યારે એટલીજ રકમનું રીચાર્જ ફક્ત 21 દિવસ કરી દેવામાં આવ્યા જેથી જી.ટી.પી.એલ પણ તાકીદે આવું કરવા આતુર હશેજ ! હાલમાં કોરોનાની મહામારીમાં ઓનલાઈન એજ્યુકેશન એટલે ગમે એટલી ઓછી આમદાની હોય સ્માર્ટ ફોન જરૂરી બન્યા છે તેમાં દરેક કંપનીની ઉઘાડી લુંટ !! ભારતમાં 130 કરોડની વસ્તીમાં 100 કરોડ લોકો પાસે મોબાઈલ હોય તો જે તે કંપનીને કેટલો નફો ?!! અને જ્યારે ગરીબ અને તવંગર વચ્ચેની ખાઈ વધતી જાય છે ત્યારે સત્તા પર બહુમતીમાં બેઠેલ સરકારને કેમ ધ્યાને આવતું નથી ? આતો પોતાની સરકાર દરમ્યાન થઈ રહ્યું છે ને ?! તેવીજ રીતે ટી.વી. દર્શકો માટે આ ભાવ વધારાનો બોજ જે સામાન્ય જનતા માટે અસક્ય છે જે જરૂરી છે જે નિવારી શકાય એમ નથી. તે પણ પ્રજાની સમસ્યા થઈ ગઈ છે. !!
અમરોલી – બળવંત ટેલર -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મોબાઈલ કંપનીઓની લૂંટવાની અવનવી તરકીબ…. !!
By
Posted on