Charchapatra

ખેતરની માટી આરોગ્યપ્રદ તો તેનું અનાજ ખાનારો તંદુરસ્ત

ભારતમાં હરિયાળી ક્રાંતિ તો સર્જાઈ પરંતુ છેલ્લાં પચ્ચીસ ત્રીસ વર્ષમાં નવા હાઈબ્રિડ બિયારણ અને દવાનાં વધુ ઉપયોગથી ઉત્પાદન તો વધ્યું પરંતુ તેની સામે જમીનમાં જરૂરી એવા સૂક્ષ્મતત્વોનો નાશ થતો ગયો. જમીનમાં રહેતાં જીવ જંતુઓનો નાશ થતો ગયો. તેની સીધી અસર પક્ષી જગત અને સરીસૃપોપર થઈ. સાથે માણસમાં કેન્સર, ડાયાબિટીશ, હૃદયરોગ, બ્લડપ્રેસર, જેવા જીવલેણ રોગો ખૂબ ઝડપથી વધ્યા છે. થોડાં વર્ષો પહેલાં બહુ ઓછા દર્દીઓ જોવા મળતા આજે હોસ્પિટલો ઊભરાતી જોવા મળે છે. માણસ પ્રાકૃતિક જીવન જીવવાનું ભૂલી ગયો છે. આપણી જમીન વીસ વર્ષ પહેલાં એકરે 30 ક્વિન્ટલ થી વધુ ઘઉં પાકતા એજ જમીનમાં હવે 5 થી 10 ક્વિન્ટલ ઘઉં પાકે છે. જમીન એનું મૂળ કુદરતી તત્વ ગુમાવી રહી છે. ઝેરી રસાયણો અને ખાતરોથી રોગોનું પ્રમાણ ખૂબ ખતરનાક રીતે વધી રહ્યું છે. આપણે જમીનનું સ્વાસ્થ્ય અને માણસનું સ્વાસ્થય બંને બગડી ચૂક્યું છે. હજીય જાગીશું નહી તો આપણી આવતી કાલ ખરાબ છે.
સુરત       – મુકેશ બી. મહેતા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top