નડિયાદ: રશિયા અને યુક્રેઇન વચ્ચે યુધ્ધ શરૂ થયા બાદ પણ હજી કેટલાય ભારતીયો મદદની રાહ જોતાં યુક્રેઇનમાં ફસાયેલા છે. મહુધા તાલુકાના હેરંજના પ્રતિકાભાઇ પટેલે પોતાની આપવિતી જણાવી અને વાયરલ કરેલા વિડીયોમાં બોર્ડર ક્રોસ કરવા માટે વાહનોની લાંબી કતારથી લઇને ભારત સરકાર તરફથી કોઇ મદદ ન મળી રહી હોવાની વાત કહી છે. હાલમાં અંદાજે ૨૦ હજારથી વધુ ભારતીયો યુક્રેઇનમાં ફસાયેલા છે. સરકાર તરફથી કોઇ મદદ મળતી ન હોવાથી અનેક ભારતીયો હાલમાં મુશ્કેલીમાં ફસાયા છે. એ.ટી.એમ. બંધ હોવાથી પૈસા નથી. આ ઉપરાંત ચાર્જિંગ પોઇન્ટ ન હોવાથી, મોબાઇલ બંધ થઇ જતાં પરિવાર સાથે પણ સંપર્ક થઇ શકતો નથી.જેને કારણે પરિવારજનો પણ ચિંતીત થયા છે. ત્યારે સરકાર દ્વારા સત્વરે યુક્રેઇનમાં ફસાયેલા તમામ ભારતીયોને સુરક્ષીત પરત લાવવા માટેના પુરતાં અને યોગ્ય પગલાં ભરવામાં આવે અને એક સાચો હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
ખેડાના યુવકો સહિત ૨૦ હજારથી વધુ ભારતીયો યુક્રેઇનમાં ફસાયા
By
Posted on