National

યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે બર્બરતા મામલે રાહુલ ગાંધીનું ટ્વીટ, સરકારને લગાવી ફટકાર

નવી દિલ્હી: યુક્રેનમાં (Ukraine) ચાલી રહેલા યુદ્ધ (War) વચ્ચે ફસાયેલા ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ (Students) પર હુમલા (attack) અને હિંસાના ચિંતાજનક સમાચારો સામે આવ્યા છે. કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનની સરહદ સુધી પહોંચવા માટે 30-35 કિ.મી ચાલી રહ્યા છે. પરંતુ બાર્ડર પર વિદ્યાર્થીઓ માટે કોઈ સુવિધા નથી. ઉપરાંત યુક્રેનના સૈનિકો ભારતીય વિદ્યાર્થીઓ સાથે હિંસા કરી રહ્યા છે. તેવા વીડિયા સામે આવી રહ્યા છે. આ અંગે રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ ટ્વીટ કરીને સરકારને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે સરાકરે તાત્કાલિક કોઈ પગલાં લેવા જાઈએ, આપણે આપણા લોકોની મદદ કરવી જોઈએ.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કરીને કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમે અમારા નાગરિકોને આ રીતે છોડી શકતા નથી. રાહુલે કહ્યું કે મારી સંવેદના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ સાથે છે જેઓ આ હિંસામાંથી પસાર થઈ રહ્યા છે. કોઈ પણ માતાપિતાએ આ પીડામાંથી પસાર થવું ન જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભારત સરકારે તેમને ત્યાંથી બહાર કાઢવાની યોજના તાત્કાલિક શરૂ કરવી જોઈએ. સરકારે આ યોજના તે વિદ્યાર્થીઓને પણ જણાવવી જોઈએ, સાથે જ તેમના વાલીઓને પણ જણાવવી જોઈએ. 

આ વીડિયોને શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું, “આવી હિંસાનો સામનો કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર જે આ વીડિયો જોઈ રહ્યા છે તેમના પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છૂં. ભારત સરકારે તેમને તાત્કાલિક ત્યાંથી બહાર કાઢાવાનો પ્લાન કરવો જોઈએ સાથે જ તેમના પરિવારોને પણ આ વાતની જાણકારી આપવી જોઈએ. તેમણે કહ્યું કે આપણે આપણા જ લોકોને આવી રીતે ન છોડી શકીએ.

ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ કોઈપણ રીતે ત્યાંથી બહાર નીકળવા માંગે છે. પરંતુ તેઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ સરહદ પર અટવાયા છે. સરકાર તેમના સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ બોમ્બ ધડાકાને કારણે રશિયનના હુમલાઓ વચ્ચે તેમના સુધી પહોંચી શકાતું નથી. 

ફતેહાબાદના વિદ્યાર્થીઓ પર હુમલો
પોલેન્ડ જઈ રહેલા ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ ફતેહાબાદના રહેવાસી છે. અહેવાલો અનુસાર, લડાઈમાં એક વિદ્યાર્થીનો હાથ તૂટી ગયો છે. PM મોદીને મદદની અપીલ કરતા ફતેહાબાદના એક વિદ્યાર્થીએ એક વીડિયો જાહેર કર્યો છે. હુમલાનો ભોગ બનેલા ભારતીય વિદ્યાર્થીઓનું કહેવું છે કે હુમલાખોરો યુક્રેનિયન સૈનિકો હતા, આ સૈનિકો ભારત દ્વારા યુક્રેનને યુદ્ધમાં સાથ ન આપવા પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા. 

રાયસેનની વિદ્યાર્થીનીએ પણ તેની અગ્નિપરીક્ષા કહી
એમપીના રાયસેનના એક વિદ્યાર્થીએ યુક્રેનના સૈનિકો ગેરવર્તન કરી રહ્યા છે તેવા એક વીડિયો જાહેર કર્યો છે. સરહદ પર ગુસ્સે ભરાયેલા સૈનિકો યુક્રેનના લોકોને જ જવા દે છે. સરહદ પર ભારતીય વિદ્યાર્થીઓને નિર્દયતાથી મારવામાં આવે છે. યુક્રેનના ખીરકીવમાં ફસાયેલા રાયસેન જિલ્લાના એક વિદ્યાર્થીએ ત્યાંની નવીનતમ સ્થિતિ વિશે જણાવ્યું છે. તેમણે મધ્યપ્રદેશના સીએમને તેમને જલ્દી પરત લાવવાની અપીલ કરી છે. 

Most Popular

To Top