Vadodara

ફોલ્ટ શોધવાની કામગીરીનો પુરાવો આપવા હવે અડધો કલાક વીડિયો શૂટિંગ કરવું પડશે

વડોદરા : શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ઉમા ચાર રસ્તા પર વરસાદી કાંસની કામગીરી ચાલી રહી હતી. તેમાં 16મો દિવસ થયા છતાં પણ હજી સુધી પાણી લીકેજ પાણી પુરવઠાના અધિકારીઓને મળતું નથી. સ્થાનિક કોર્પોરેટર સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને મેયર સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમસ્યાનો જલ્દી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી હતી. મેયરે અધિકારીઓને દર ત્રીસ મિનિટે પાણી લીકેજની કામગીરી કરવામાં આવે છે તેનું શૂટિંગ કરવાની સૂચના આપી હતી. જલ્દી કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી હતી. પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ માત્ર ઇજારદાર સાથે ગોઠવણી કરીને સ્માર્ટ ભ્રષ્ટાચાર કરતા આવડે છે. પરંતુ કામગીરીના નામે મીંડુ છે. ઉમા ચાર રસ્તા પર વરસાદી કાંસમાં છેલ્લા 16 દિવસથી પીવાના ચોખ્ખા પાણીમાં લીકેજ થયું છે.પરંતુ કોઈપણ પ્રકારની કામગીરી થઈ નથી.લીકેજ નો ફોલ્ટ અધિકારીઓ શોધી શક્યા નથી.

દરરોજે અધિકારીઓ સ્થળ પર આવે છે પરંતુ પાણી લીકેજ ક્યાંથી છે એનો ફોલ્ટ મળતો નથી. જોકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો હિતેન્દ્ર પટેલને ખબર જ નથી કે કામગીરી અધુરી છે તેવો તો કહે છે કે કામગીરી પૂરી થઈ ગઈ છે. જ્યારે કોર્પોરેટર આશિષ જોશીએ જણાવ્યું હતું કે હજુ પણ પાણી લીકેજની સમસ્યા યથાવત છે. આજે સવારે વહીવટી વોર્ડ નંબર નવ અધિકારીઓને પાણી પુરવઠા અને અધિકારીઓ સ્થળ પર આવ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું પરંતુ હજી સુધી પાણી લીકેજ નો ફોલ્ટ મળ્યો નથી. મેયર કેયુર રોકડિયા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં હવે જ્યારે ઉનાળાનો સમય આવી રહ્યો છે ત્યારે દરરોજ લાખો ગેલ  પીવાના પાણીનો વ્યય થાય છે જેથી તાત્કાલિક ફોલ્ટ શોધીને કામગીરી પૂર્ણ કરાય, પાણી પુરવઠાના અધિકારીઓને દર ત્રીસ મીનીટે પાણી લીકેજના કામનું શુટીંગ કરવાની સૂચના સાથે કામગીરી ઝડપથી કરવા આદેશ પણ આપ્યા છે.

Most Popular

To Top