બ્રિટનમાં (Britain) ચાલી રહેલા તોફાન વચ્ચે ભારતીય પાયલટે (Pilot) જે બહાદુરી બતાવી છે તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. વિમાનના (Plane) લેન્ડિંગ (Landing) સમયે ભારતીય પાયલટે બહાદુરી બતાવી હતી અને મુશ્કેલીના સમયમાં પણ ધૈર્ય દાખવી સમજદારી પૂર્વક વિમાનને લેન્ડ કર્યુ હતું. આ સમજદારીની પ્રશંસા કરવામાં આવી રહી છે. તેમજ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પાયલટ મેડલને પાત્ર છે. તોફાન વચ્ચે એર ઈન્ડિયાના વિમાને લેન્ડિંગ સમયે સંતુલન ગુમાવ્યું હતું તે સમયે વિમાનને પાયલટ સંતુલનમાં લાવ્યો હતો. પાયલટની આ કામગીરી પ્રશંસાને પાત્ર કહી શકાય તેવી કોમેન્ટ્સ સોશિયલ મીડિયા ઉપર ચાલી રહી છે.
બ્રિટનમાં યુનિસ (EUNIC) તોફાને તબાહી મચાવી છે. યુનિસ તોફાનના કારણે લંડનમાં ‘રેડ એલર્ટ’ જારી કરાયું હતું. કહેવાયું હતું કે હવામાન જીવનું ખતરનાક જોખમ સાબિત થઈ શકે છે. તેની અસર વિમાનોની લેન્ડિંગ પર પણ થઈ શકે છે. આ વચ્ચે બ્રિટનથી એક આશ્ચર્યજનક વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. તેમાં એર ઇન્ડિયાના એક વિમાનને લંડનના હીથ્રો એરપોર્ટ પર લેન્ડ કરવામાં ઘણી મુશ્કેલી આવતી હતી. આ મુશ્કેલી સામે પણ પાયલટે વિમાનનું સંતુલન જાળવી રાખ્યું હતું. અંતે ભારતીય પાયલટ દ્વારા વિમાનનું સફળ લેન્ડિંગ થયું તેવું જોવા મળી રહ્યું છે.
વીડિયોમાં એર ઈન્ડિયાનું વિમાન લેન્ડિંગ સમયે હવામાં સંતુલન ગુમાવતુ નજર આવે છે. શરૂઆતમાં પ્લેન ઉડતું જોવા મળી રહ્યું છે. તે ધીમે ધીમે જમીન તરફ આવે છે, પણ અટકતુ નથી. કોઈપણ દુર્ઘટના ટાળવા માટે, પાઇલટે ‘ટચ એન્ડ ગો’ અભિગમનો આશરો લીધો અને પાયલટે બીજા પ્રયાસમાં પ્લેનને સફળતાપૂર્વક લેન્ડ કર્યું હતું. આ જોઈ એક યુઝરે લખ્યું કે અત્યંત કુશળ ભારતીય પાયલટ, એર ઈન્ડિયાની આ ફ્લાઈટના પાયલટ્સે પોતાના બી-787 ડ્રીમલાઈનર વિમાનને લંડનના હીથ્રો એરપોર્ટ પર પોતાના પ્રથમ પ્રયત્નમાં જ સરળતાથી ઉતારવામાં સફળતા મેળવી. જ્યારે વાવાઝોડા યુનિસે સેંકડો ફ્લાઈટ્સના ઉડ્ડયનને પ્રભાવિત કર્યુ છે… જય હિન્દ.’ આ વીડિયો બનાવનારા લોકો આ નજારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.
બ્રિટનમાં તોફાનને કારણે સર્જાઇ વિપરીત પરિસ્થિતિ
યુનિસ તોફાનના કારણે લંડનમાં ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું હતું. ઈંગ્લેન્ડમાં 150000થી વધુ ઘરો અને આયર્લેન્ડમાં 80000થી વધુ ઘરો અને વ્યવસાયોમાં વીજળી પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. તોફાનના લીધે લાખો લોકો પોતાના ઘરોમાં ફસાયેલા રહ્યાં. તેઓનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું. બ્રિટન, આયર્લેન્ડ, નેધરલેન્ડ, બેલ્જિયમ, જર્મની અને પોલેન્ડમાં ઝાડ ધરાશયી થવાથી, ઉડતા કાટમાળ અને ભારે પવનના કારણે અત્યાર સુધીમાં 13 લોકો મૃત્યુ પામ્યા છે.