નવી દિલ્હી: કેન્દ્ર સરકારે (central government) શનિવારે એલઆઈસીના (LIC) આઈપીઓ (IPO) સંબંધિત તાજેતરના અહેવાલને કાલ્પનિક ગણાવીને ફગાવી દીધો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2021માં કોવિડ-19થી (Covid-19) સંબંધિત મૃત્યુની (death) સરખામણી સત્તાવાર રીતે નોંધાયેલા મૃત્યુની તુલના કરતા વધારે હોઈ શકે છે. દેશ એપ્રિલ અને મે 2021 દરમિયાન કોરોના મહામારીનો સામનો કરી રહ્યો હતો. કોરોનાના કારણે મૃત્યુ પામનારોની યાદી સરકારે ઘણી પારદર્શી અને યોગ્ય સિસ્ટમથી રાખી છે તેવું સરકારનું કહેવું છે.
સરકારની ખૂબ જ પારદર્શક વ્યવસ્થા
ઉલ્લેખનીય છે કે દેશમાં એપ્રિલ અને મે 2021 દરમિયાન કોરોના મહામારીની બીજી લહેરનો સામનો કરવો પડ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં ગ્રામ પંચાયત સ્તરથી લઈને જિલ્લા અને રાજ્ય સ્તરો સુધી COVID-19 મૃત્યુની જાણ કરવાની અત્યંત પારદર્શક અને કાર્યક્ષમ સિસ્ટમ છે. કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર લોકોની જાણકારી સાવચેતીપૂર્વક રાખવામાં આવે છે અને તે પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રીતે કરવામાં આવે છે
આગામી માર્ચમાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) દ્વારા લોન્ચ કરવામાં આવનાર દેશના સૌથી મોટા આઈપીઓ સંબંધિત મીડિયા અહેવાલોમાં વીમા કંપની દ્વારા તૈયાર કરાયેલી પોલિસી અને દાવાની વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. આ અહેવાલ બાદ સરકારે સ્પષ્ટતા કરી કે આ અહેવાલો કાલ્પનિક અને પાયાવિહોણા છે. આ એક પક્ષપાતી અર્થઘટન છે.
નિવેદનમાં, અહેવાલમાં ખામી હોવાનું જણાવાયું હતું
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એલઆઈસી દ્વારા પતાવટ કરાયેલા દાવા માત્ર કોરોના જ નહીં પરંતુ તમામ કારણોના મૃત્યુ માટે પોલિસી ધારકો દ્વારા લેવામાં આવેલી જીવન વીમા પોલિસીથી સંબંધિત છે. જ્યારે સંબંધિત અહેવાલમાં નિષ્કર્ષ આવ્યો છે કે કોવિડ-19થી થતા મૃત્યુને ઓછો અંદાજવામાં આવ્યો હતો. નિવેદન અનુસાર, આવા ખોટા અર્થઘટન તથ્યો પર આધારિત નથી અને લેખકના પૂર્વગ્રહને છતી કરે છે.
સરકારે આ સલાહ આપી છે
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોવિડ -19 થી થયેલા મૃત્યુના અહેવાલના સંદર્ભમાં આવા કોઈપણ નિષ્કર્ષ પર પહોંચવું એ અટકળો અને અનુમાન સમાન છે. એ નોંધવું જોઈએ કે સરકારે પારદર્શક રીતે મૃત્યુની જાણ કરવાના એકમાત્ર હેતુ માટે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત વર્ગીકરણ અપનાવ્યું છે. નિવેદનમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે કે COVID-19 રોગચાળા જેવા વૈશ્વિક કટોકટી દરમિયાન મૃત્યુ જેવા સંવેદનશીલ મુદ્દાઓને અત્યંત સંવેદનશીલતા અને અધિકૃતતા સાથે વ્યવહાર કરવો જોઈએ.