Gujarat Main

ગર્વથી ‘લખો’ હું ગુજરાતી છું, ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવા રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય

ગાંધીનગર: રાજ્યમાં ગુજરાતી ભાષાનું (Gujarati Language) મહત્વ વધારવા માટે ગુજરાત (Gujarat) સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના 8 મહાનગરોમાં તમામ સરકારી કચેરીઓ (Government offices) , પરિસરો, અને સાર્વજનિક સ્થળો (Public places) પર ગુજરાતી ભાષા ફરજિયાત લખવાની રહેશે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કર્યો છે કે રાજ્યમાં સાર્વજનિક સ્થળો પર ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે. તેમજ ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળોએ પણ ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવા સૂચના અપાઈ છે. તમામ મનપા કમિશનરોએ પણ આ બાબતે અમલીકરણ કરવાનું રહેશે. 

  • રાજ્યમાં ગુજરાતી ભાષાનું મહત્વ વધારાવા સરકારે મહત્વનુ પગલુ ભર્યુ છે.
  • હવેથી રાજ્યમાં જાહેર સ્થળો પર લખાણમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે.
  • રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કર્યો છે.
  • 8 મહાનગરોમાં તમામ સરકારી કચેરીઓ, પરિસરમાં ગુજરાતી ભાષાનો અમલ થશે. 

હાલ થોડા દિવસ બાદ એટલે કે 21 ફેબ્રુઆરીએ ગુજરાતી માતૃભાષા દિવસ છે, એ પહેલા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. દિવસેને દિવસે અંગ્રેજી ભાષાનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે. જાહેર સ્થળો સિવાય શાળા, કોલેજ, સરકારી કચેરી પણ અંગ્રેજી ભાષાનો ઉપયોગ વધ્યો છે. ગુજરાત સરકારના આ નિર્ણય બાદ જાહેર સ્થળો પર અંગ્રેજીમાં લખાણ લખેલા બોર્ડ ના બદલે ગુજરાતી ભાષામાં બોર્ડ લખેલા જોવા મળશે. સરકારના આદેશ અનુસાર આ સૂચનાઓનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.

ગુજરાતમાં અંગ્રેજી ભાષાનું ચલણ વધતું જાય છે અને પોતાની માતૃભાષાને જીવંત રાખવા સરકાર દ્વારા એક અનોખો પ્રયાસ હાથ ધરાવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયને ઘણા લોકો વધાવી રહ્યા છે. ગુજરાતીઓ જ પોતાની ભાષા ભૂલવા લાગ્યા છે, ત્યારે સરકકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય સરાહનીય છે. રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યાએ સરકારના આ નિર્ણય અંગે જણાવતાં કહ્યું કે, સાબિત કરવા જેવો પ્રયાસ છે. યોગાનુયોગ બે દિવસ બાદ માતૃભાષા દિવસ છે.

વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતી ભાષાના સંવર્ધનના ગાંધીનગરમાં કાર્યક્રમો રાખ્યા છે. તેના બે દિવસ પહેલા આ પરિપત્ર બહાર પાડ્યો તે મોટો સંકેત છે કે આપણે આપણી ભાષાનુ ગૌરવ જાળવવા પ્રયાસ કરવા જોઈએ. તેમણે કહ્યું કે ભાષાનુ ગૌરવ તેમાં મહત્વનુ છે. અનેક રાજ્યોમાં તેની પોતાની પ્રાદેશિક ભાષામાં બોર્ડ લગાવેલા હોય છે. જો ઉત્તર ભારતની વાત કરીએ તો ત્યાં હિન્દી ભાષામાં બોર્ડ લગાવેલા જોવા મળે છે. તેથી રાજ્યમાં દરેક જગ્યાએ અંગ્રેજીની સાથે સાથે ગુજરાતી ભાષાનો પણ વિકલ્પ આપવો જોઈએ. તો બીજી તરફ આરજે દેવકીએ કહ્યું કે, જ્યા જ્યા ગુજરાતી બોર્ડ હોય છે ત્યા લોકો ગુજરાતી જોડણીનુ પણ ધ્યાન રાખતા નથી. તેથી આપણી ભાષા સાચી રીતે લખાય તે જરૂરી છે. ગુજરાતી માધ્યમની પ્રેક્ટિસ જાહેરમાં કરાય તે જરૂરી છે.  

Most Popular

To Top