હાંસોટ: હાંસોટના (Hansot) ખરચ (Kharch) ગામ નજીક આવેલી એક ઔદ્યોગિક કંપની (company) દ્વારા અંડરગ્રાઉન્ડ (underground) ભૂતિયા કનેક્શન (connection) કરી કંપનીમાંથી પ્રદૂષિત (pollution) પાણી (water) છેલ્લા કેટલાય સમયથી છોડવાની ફરિયાદ ઊઠી હતી. આ અંગે ગ્રામજનોએ જીપીસીબીને (GPCB) પણ ઘણી વખત જાણ કરી હતી. પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ પગલાં ન લેવાતાં આખરે ગ્રામજનોએ પ્રદૂષિત પાણી ક્યાંથી આવે છે એ શોધવાની કવાયત હાથ ધરી અને કેટલાય દિવસની જહેમત બાદ આખરે બે દિવસ પહેલાં જ રાત્રિના 10થી 12 વોચ ગોઠવી કંપનીનું ભૂતિયા કનેક્શન પકડી પાડ્યું હતું.
ગ્રામજનોએ રાત્રે બાર વાગ્યે વોચ રાખતાં કનેક્શન ઝડપાઇ ગયું
ગ્રામજનોના જણાવ્યા મુજબ આ કંપની દ્વારા રોજ રાત્રિના 10થી વહેલી સવારે 4 વાગ્યાની વચ્ચે પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે અને આ પાણી કીમ નદીમાં જતાં તે નદીમાંથી ખેતી માટે પાણી લેવામાં આવે છે અને આ જ પાણીથી જમીનને પણ નુકસાન થાય છે. આ જ પાણીથી ગામની મહિલાઓ કપડાં પણ ધુએ છે. જેના કારણે ચામડીના રોગો પણ થાય છે. આ બાબતે ગામના લોકો દ્વારા તા.17 ફેબ્રુઆરીએ જીપીસીબીને લેખિત ફરિયાદ કરી સીડી વિડીયોગ્રાફી પણ સોંપી છે. હવે જોવાનું એ રહે છે કે, જીપીસીબી શું પગલાં લે છે.
પાણી પુરવઠા વિભાગના ક્લોરીનેશન પ્લાન્ટમાં ક્લોરીન ગેસ લીકેજ થતા તંત્ર દોડતું થયું, 50 લોકોને શ્વાસમાં તકલીફ
નવસારી: ગણદેવીના પોંસરી ગામે પાણી પુરવઠા વિભાગના ક્લોરીનેશન પ્લાન્ટમાં (Chlorination plant) અચાનક ગેસ લીકેજની ઘટના બની હતી. જે ગેસ લીકેજના કારણે ગામના આશરે 50 લોકોને શ્વાસમાં, આંખ, નાકમાં બળતરા અને ખાંસી જેવી આંશિક અસર વર્તાતા ફાયર વિભાગ, મામલતદાર અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. જોકે ગેસના બાટલાને (Gas bottle) પાણીમાં નાંખી ગેસ લીકેજની સમસ્યાને (Problem) દુર કરવામાં આવી હતી. જ્યારે કેટલાક લોકોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં (Hospital) ખસેડ્યા હતા. ગણદેવી તાલુકાના પોંસરા ગામે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા પાણી ક્લોરીનેશનનો પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો. જે પ્લાન્ટમાં ક્લોરીનેશન ગેસ દ્વારા આશરે 6 લાખ લીટર પાણી ક્લોરીન કરવામાં આવતું હતું. જે પાણી પોંસરી અને ધોલાઈ ગામમાં આપવામાં આવતું હતું. ત્યારે પોંસરી પાણી ક્લોરીનેશન પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટના બની હતી