Top News

રશિયાએ યુક્રેન સરહદે નવો પુલ બાંધ્યો, ગમે તે ઘડીએ હુમલો કરશે: સરહદે વધુ 7000 સૈનિકો તૈનાત કર્યા

નવી દિલ્હી: યુક્રેન (Ukraine)પર રશિયા દ્વારા (Russia) હુમલાની સંભાવના વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. યુક્રેન સરહદેથી રશિયાએ સૈન્ય પાછું ખેંચવાની શરૂઆત કરી દીધી છે એવા અહેવાલો સામે આવ્યો હતા. પરંતુ અમેરિકાએ (America) સેટેલાઈટ ઈમેજના આધારે એવો દાવો કર્યો છે કે રશિયન પ્રમુખ પુતિન (Vladimir Putin) દુનિયાને ગેરમાર્ગે દોરે છે. રશિયાએ સેનાની પાછળ ખસેડ્યા હોવાનું દાવો કર્યો હતો પરંતુ સૈન્ય પાછું ખેંચવાને બદલે સરહદે વધુ 7000 સૈનિકો તૈનાત કરી દાધા છે, અને સરહદે નવો પુલ પણ બાંધી દીધો છે. તો બીજી તરફ રશિયન સમર્થક યુક્રેનના બળવાખોરોએ યુક્રેન સરહદે આવેલા ગામડાંઓમાં તોપમારો (bombardment) કર્યો હતો. તેના કારણે સરહદી વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાય છે.

  • યુક્રેન સરહદે રશિયન બળવાખોરોનો તોપમારો
  • રશિયા-યુક્રેન કટોકટી વચ્ચે અમેરિકાએ જર્મનીમાં એફ-35 લડાકુ વિમાનો તૈનાત કર્યા
  • ગમે તે ઘડીએ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય શકે છે: સેટેલાઈટ ઈમેજના આધારે અમેરિકાની ચેતવણી

બળવાખોર રશિયાન સેનાના હમલાથી કહી શકાય છે કે ગમે તે ઘડીએ યુક્રેન ઉપર હુમલો કરે એવી શક્યતા છે. રશિયા-યુક્રેનની કટોકટીના સંદર્ભમાં વિશ્વનું સમર્થન મેળવવા માટે પ્રમુખ જો બાઈડને ઉપપ્રમુખ કમલા હેરિસ અને વિદેશ મંત્રી ટોની બ્લિંકનને મ્યુનિકમાં થનારા સંમેલનમાં મોકલ્યા છે. બેઠકમાં બંને નેતાઓ અમેરિકાનો પક્ષ રજૂ કરીને રશિયા સામે વિશ્વના દેશોની સહમતી મેળવશે.

અમેરિકાએ સેટેલાઈટ ઈમેજના આધારે એવો દાવો કર્યો છે કે રશિયા યુક્રેન મુદ્દે જૂઠાણું ચલાવે છે. પુતિન દુનિયાને ગેરમાર્ગે દોરે છે કારણ કે તેણે સૈન્ય પાછું ખેંચવાની વાત કરીને 7000 જેટલા સૈનિકોને સરહદ પર તૈનાત કરી દીધા છે. તેમજ રશિયાએ સરહદે પુલ બાંધી લીધો છે અને સૈનિકો ઘટાડવાને બદલે વધુ સૈનિકો તૈનાત કરી દીધા છે. અત્યારે રશિયાના દોઢ લાખ જેટલા સૈનિકો યુક્રેનની સરહદે તૈનાત થઈ ચૂક્યા છે.

મળતી માહિતી મુજબ પૂર્વી યુક્રેનની સરહદે આ તોપમારો થયો હતો. યુક્રેનના સરકારીદળોએ બળવાખોરોને નિશાન બનાવીને 24કલાકમાં ચાર-ચાર વખત ફાયરિંગ કર્યું હોવાનો દાવો બળવાખોર જૂથોએ કર્યો હતો. જોકે, યુક્રેને એ દાવો નકારી દીધો હતો. અમેરિકાના દાવાથી રોષે ભરાયેલા રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકા સામે પગલાં ભર્યા હતા. પુતિને મોસ્કો સિૃથત અમેરિકન દૂતાવાસના એક ટોચના અિધકારીને હાંકી કાઢતા અમેરિકા લાલઘૂમ થયું હતું. યુદ્ધની સિૃથતિને ધ્યાનમાં રાખીને અમેરિકાએ જર્મનીમાં એફ-35 લડાકુ વિમાનોને સ્ટેન્ડ બાય રાખી દીધા છે. આ વિમાનો અમેરિકન વાયુસેનાના રીઝર્વ ફોર્સનો હિસ્સો છે. યુરોપમાં નાટોની શક્તિને વધુ મજબૂત કરવાના ભાગરૂપે અમેરિકાએ આ લડાકુ વિમાનોને જર્મની મોકલ્યા હતા. અમેરિકન વાયુસેનાએ પણ સ્વીકાર્યું હતું કે જર્મનીમાં રીઝર્વ ફોર્સના લડાકુ વિમાનો તૈનાત કરાયા છે, પરંતુ તેની સંખ્યા બાબતે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.

Most Popular

To Top