ભરૂચ : ભરૂચના કસક પાસેની ઝુપડપટ્ટીમાં વોચમેનની (Watchman) નોકરી કરનારાને બે ઈસમોએ કહ્યું કે ‘તમે બે દિવસ પહેલા કુતરાને કેમ માર્યો છે.’ આ વાતને આગળ વધારીને વોચમેનના માથામાં નળિયું મારતા ઈજાગ્રસ્ત થયા હતા.
ભરૂચના કસક વિસ્તાર પાસે નવજીવન ઝુપડપટ્ટીમાં રહેતા ૪૪ વર્ષીય અંબુભાઈ શંકરભાઈ ઓડ પ્રિતમનગર-૧ સોસાયટીમાં વોચમેન તરીકે કામ કરે છે. વોચમેનની નોકરી કરીને તા.૧૭ ફેબ્રુ.ના રોજ રાતે સવા બાર વાગ્યે ઘરે આવતો હતો. તે વખતે બાજુમાં રહેતો બાબરભાઈ અંબાલાલ તડવી અને તેનો મિત્ર ગોપાલભાઈ ઓડ તેની પાસે આવીને ‘તમે બે દિવસ અગાઉ કુતરાને કેમ માર્યો હતો.?’ કહી ગાળો બોલીને ઢીકાપાટુંનો માર માર્યો હતો. ગોપાલ ઓડે નજીકમાંથી નળિયું ઉપાડીને અંબુભાઈના માથામાં મારતા લોહીલુહાણ થઇ ગયા હતા તેમજ બાબર તડવીએ લાકડાના સપાટા માર્યા હતા. બૂમાબૂમ કરતા તેમની તેમની માતા અને પત્ની દોડી આવીને બચાવ્યા હતા. લોહીલુહાણ થતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ભરૂચ સી-ડીવીઝનમાં બાબર તડવી અને ગોપાલ ઓડ વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મોટર સાયકલ પાર્ક કરવા બાબતે બે પરિવાર બાખડ્યા: વૃદ્ધાને ઈજા
બારડોલી : બારડોલીના ગાંધીરોડ પર આશિયાના નગરમાં આવેલા કબીરનગરમાં મોટર સાયકલ પાર્કિંગ બાબતે બે પરિવાર વચ્ચે થયેલા ઝઘડામાં એક વૃદ્ધાને લાત મારી નીચે પાડી દેતાં તેણીને થાપામાં ફ્રેકચર થયું હતું. ઘટના અંગે વૃદ્ધાના દોહિત્રએ ફરિયાદ કરતાં બારડોલી ટાઉન પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બારડોલીના ગાંધી રોડ પર આશિયાના નગરમાં આવેલા કબીર નગર સોસાયટીમાં રહેતો અનિશ શરિફ પટેલે આપેલી ફરિયાદ અનુસાર તે તેની માતા અજીજાબેન, નાની નાથાબેન, મોટા ભાઈ સોહેલ અને નાનો ભાઈ ઉવેશ સાથે રહે છે અને મિકેનિક તરીકે કરે છે. 15મી ફેબ્રુઆરીના રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ તેના ઘર પાસે કોઈ અજાણી મોટર સાયકલ પાર્ક કરેલી હોય તેનો ભાઈ સોહેલે તેના ઘર આગળ પાર્ક કરેલી અજાણી મોટર સાયકલ ખસેડી તેની પોતાની મોટર સાયકલ પાર્ક કરી હતી. આથી તેમના ઘરની ઉપર રહેતો જુબેર ઝહુર પટેલ નીચે આવીને ગમેતેમ ગાળાગાળી કરવા લાગ્યો હતો. ગાળો બોલવાની ના પાડતા સોહેલને પકડીને ઢીક મુક્કીનો માર મારવા લાગ્યો હતો અને તે સમયે જુબેરના સસરા ફરૂખ પટેલ અને સાળો સમીર પટેલ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને અને મારા મારી કરવા લાગ્યા હતા. આ દરમ્યાન અનિશની માતા અજીજા બેન અને નાની નાથાબેન છોડાવવા માટે વચ્ચે પડતાં ફારૂખ પટેલે નાથાબેનને લાત મારી ડેટા તે નીચે પટકાઈ હતી. તેણીને પગમાં ઇજા થતાં તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેને પગમાં ફ્રેકચર થયું હોવાનું તબીબે નિદાન કર્યું હતું. અનિશની ફરિયાદને આધારે પોલીસે ફારૂખ ઉસ્માન પટેલ, સમીર ફારૂખ પટેલ અને જુબેર ઝહુર પટેલ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ભરૂચ : ભરૂચના (Bharuch) કસક પાસેની ઝુપડપટ્ટીમાં વોચમેનની (Watchman) નોકરી કરનારાને બે ઈસમોએ કહ્યું કે ‘તમે બે દિવસ પહેલા કુતરાને કેમ માર્યો છે.’ આ વાતને આગળ વધારીને વોચમેનના માથામાં નળિયું મારતા ઈજાગ્રસ્ત થયા હતા.
ભરૂચના કસક વિસ્તાર પાસે નવજીવન ઝુપડપટ્ટીમાં રહેતા ૪૪ વર્ષીય અંબુભાઈ શંકરભાઈ ઓડ પ્રિતમનગર-૧ સોસાયટીમાં વોચમેન તરીકે કામ કરે છે. વોચમેનની નોકરી કરીને તા.૧૭ ફેબ્રુ.ના રોજ રાતે સવા બાર વાગ્યે ઘરે આવતો હતો. તે વખતે બાજુમાં રહેતો બાબરભાઈ અંબાલાલ તડવી અને તેનો મિત્ર ગોપાલભાઈ ઓડ તેની પાસે આવીને ‘તમે બે દિવસ અગાઉ કુતરાને કેમ માર્યો હતો.?’ કહી ગાળો બોલીને ઢીકાપાટુંનો માર માર્યો હતો. ગોપાલ ઓડે નજીકમાંથી નળિયું ઉપાડીને અંબુભાઈના માથામાં મારતા લોહીલુહાણ થઇ ગયા હતા તેમજ બાબર તડવીએ લાકડીના સપાટા માર્યા હતા. બૂમાબૂમ કરતા તેમની તેમની માતા અને પત્ની દોડી આવીને બચાવ્યા હતા. લોહીલુહાણ થતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ભરૂચ સી-ડીવીઝનમાં બાબર તડવી અને ગોપાલ ઓડ વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.