SURAT

ગોવા જતા સુરતના વેપારીની બેગમાંથી બંદૂકની ગોળી મળી, વેપારીએ કહ્યું, એ તો હું..

સુરત: (Surat) પલસણા (Palsana) તાતીથૈયા ખાતે રહેતો સિમેન્ટનો (Cement) વેપારી (Trader) ગઈકાલે સુરત એરપોર્ટ (Surat Airport) ઉપરથી ગોવા (Goa) જવા નીકળ્યો હતો. ત્યારે તેની બેગમાં (Bag) ત્રણ જીવતી કાર્ટિઝ (cartilage ) મળી આવી હતી અને તે અંગેનું કોઈ લાયસન્સ (License ) પણ નહીં હોવાથી ડુમસ પોલીસે તેની સામે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે. આરોપીને બે દિવસના રિમાન્ડ (Remand) મેળવી વધારે પૂછપરછ હાથ ધરાઈ છે.

  • પલસાણાના તાતીથૈયા ખાતે રહેતો સિમેન્ટનો વેપારી 35 વર્ષીય સિદ્ધનાથ યાદવ ગોવા જઈ રહ્યો હતો
  • સ્કેનિંગ દરમિયાન વેપારીની બેગમાં શંકાસ્પદ વસ્તુ જણાતા તપાસ કરાઈ હતી
  • લાયસન્સ વિના ગોળી રાખના વેપારીને પોલીસે પકડી ગુનો દાખલ કર્યો

મૂળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢનો વતની અને સુરતમાં પલસાણા તાતીથૈયા ખાતે ગોકુલધામ વિલામાં રહેતાં 35 વર્ષીય સિધનાથ ઉર્ફે સિદ્ધનાથ ઉર્ફે નાગેન્દ્ર બેનીપ્રસાદ યાદવ સિમેન્ટના વેપારી છે. ગઈકાલે તે સુરત એરપોર્ટ ઉપર ઇન્ડિગો એરલાઈન્સની (Indigo Airlines ) ફ્લાઈટમાં (Flight) ગોવા જઈ રહ્યાં હતાં. ત્યારે ચેકિંગ (Checking) સેન્ટર ઉપર સ્કેનિંગ (Scanning ) દરમિયાન તેમની બેગમાં શંકાસ્પદ વસ્તુ જણાઈ આવતા ફરજ પર હાજર ડુમસ પોલીસના સ્ટાફે તેમને સાઈડ ઉપર લઈ જઇ તપાસ્યા હતાં. દરમિયાન તેમના બેગમાંથી ત્રણ જીવતી કાર્ટિંઝ મળી આવી હતી. તેની પૂછપછ કરતા જાણવા મળ્યું હતું કે, આ કાર્ટિઝ તે યુપી ગયા ત્યારે ભૂલમાં તેમની બેગમાં રહી ગઈ હતી. અને તેમની પાસે આ અંગેનું કોઈ લાયસન્સ નથી. જેથી પોલીસે તેમની સામે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

સિમેન્ટનો વેપારી હત્યાનો આરોપી
કાર્ટીઝ સાથે પકડાયેલો વેપારી વર્ષ 2018 માં સચીન પોલીસ સ્ટેશનમાં હત્યાના કેસનો આરોપી છે. વર્ષ 2020 માં પ્રોહિબિશનના બે ગુનામાં પકડાયો હતો. અને ગયા વર્ષે પાસા હેઠળ પણ અટકાયત થઈ હતી.

Most Popular

To Top